________________
૨૪૪
વંદનીય હૃદયસ્પર્શ ટાંક્યું તે મને બહુ જ ગમ્યું છે. તે સમયે એમણે મને કહ્યું હતું કે, “યોગસૂત્ર એમનો અત્યંત પ્રિય વિષય છે. ક્યાંય પણ એ વિશે પ્રવચન આપવાનું આવે તો એ માટે પોતાને કશી પૂર્વતૈયારીની જરૂર નથી, કારણ કે બધું કંઠસ્થ છે.
છેલ્લાં કેટલાંક વર્ષથી બાપુજીએ પોતાની લોકકલ્યાણની પ્રવૃત્તિઓનો વ્યાપ વધાર્યો હતો. ખેતી, સિંચાઈ, પશુમેન્દ્ર, છાશ કેન્દ્ર, અનાજરાહત અને ગરીબ દર્દીઓને તબીબી સેવા આપવા ઉપરાંત એમણે શિક્ષણના ક્ષેત્રે પોતાની પ્રવૃત્તિઓ શિવાનંદ પરિવારના ઉપક્રમે ચાલુ કરી. શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે છાત્રાલય તથા બાળમંદિરની પ્રવૃત્તિ વીરનગરના સંકુલમાં
જ નવાં સરસ મકાનો બંધાવી ચાલુ કરાવી છે. તદુપરાંત શિક્ષકો માટે ભિન્ન ભિન્ન સ્થળે શિબિરોનું આયોજન કરાય છે કે જેથી શિક્ષકોનું અને શિક્ષણનું અને સાથે સાથે સંસ્કારિતાનું સ્તર ઊંચું આવે. આવી શિબિરોમાં બાપુજી જાતે હાજર રહીને પ્રવૃત્તિઓની દેખરેખ રાખતા અને માર્ગદર્શન આપતા રહેતા. દેશને સુધારવો હોય તો શિક્ષકોને સુધારવા જોઈશે. તો જ આવતી પેઢીમાં શિસ્ત, વિનય, નિયમિતતા, પ્રામાણિકતા, ધર્મશ્રદ્ધા, વગેરે ગુણો ખીલશે. શિક્ષણ ક્ષેત્રે આવા આવા આવશ્યક ગુણોની હાલ ઓટ સમગ્ર દેશમાં વરતાય છે.
બાપુજી જાહેર જનતાનાં નાણાંથી ચાલતી સેવાભાવી સંસ્થાનું સંચાલન જૂનવાણી પદ્ધતિથી કે કરકસરના ભ્રામક વિચારોથી કરતા નહિ. એમની પાસે આધુનિક પરિણામલક્ષી અભિગમ હતો. કામ જલદી થતું હોય તો ટપાલને બદલે ટેલિફોનનું ખર્ચ કરવું વ્યાજબી છે અને ટેલિફોન કરતાં રૂબરૂ મુલાકાતથી કામ વધારે સારું થતું હોય તો એટલું પ્રવાસખર્ચ કરવાનું વધુ ઉચિત છે. વસ્તુત: સંસ્થાની સુવાસ પ્રસરવી જોઈએ. તેઓ માનતા કે સારું કામ પૈસાના અભાવે
ક્યારેય અટકતું નથી. કામ નિષ્ઠાથી અને સારી, સંતોષકારક રીતે થવું જોઈએ. નિયમોમાં જડતા ન આવી જવી જોઈએ.
બાપુજી સાચા અર્થમાં એક ઉત્તમ કર્મયોગી હતા. તેઓ જીવનભર સતત અનાસક્તભાવે કાર્ય કરતા રહ્યા હતા. ૯૨ વર્ષની જિંદગીમાં એમણે સવાસો વર્ષ જેટલું કાર્ય કર્યું હશે. તેઓ પોતાના સમયનો ક્યારેય દુર્વ્યય કરતા નહિ. પોતે સવારમાં ચાર વાગે ઊઠી જાય અને આખો દિવસ કામ કરતા રહે. એકલા પડે ત્યારે તે સતત પોતાના કાર્યમાં ગૂંથાયેલા રહે. પરંતુ બીજી બાજુ તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org