________________
ડૉ. શિવાનંદ અધ્વર્યુ
૨૪૩ મઘમઘાટનો આ એક નાની ઘટનાથી જ પ્રથમ દર્શને પરિચય થઈ ગયો હતો. એમના અવાજમાં પ્રેમ અને વાત્સલ્ય હતાં.
અમારી મુલાકાત પછી મારે મુંબઈ, સાયલા અને વીરનગરમાં બાપુજીને મળવાનું વારંવાર થતું. પૂજય બાપુજી મને અને મારી પત્ની તારાબહેનને પોતાનાં સંતાનોની જેમ રાખતા. એમના વ્યક્તિત્વમાંથી, એમના ગોરા પ્રભાવશાળી ચહેરામાંથી, એમની ઊંચી સમપ્રમાણ કાયામાંથી, એમનાં નેહનીતરતાં નયનોમાંથી અમે એમનાં ભગવાં વસ્ત્રોમાંથી પવિત્રતાની સુરભિ સતત વહેતી રહેતી.
આ મુલાકાત પછી બાપુજી ૧૯૯૩માં મુંબઈ પધાર્યા હતા. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં એમણે સરસ ઉદ્બોધન કર્યું હતું. એ વખતે અગિયાર લાખ રૂપિયા અને શિવાનંદ મિશન માટે એકત્ર કરી શક્યા હતા. એ નિધિ અર્પણ કરવાનો કાર્યક્રમ વીરનગરમાં શાનદાર રીતે યોજાયો હતો.
એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મારે પીએચ.ડી.ના એક વિદ્યાર્થીની મૌખિક પરીક્ષા (Viva) લેવા જવાનું હતું. બાપુજીને એની જાણ થતાં તરત મુંબઈ મને ફોન કર્યો અને કહ્યું કે “યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રાત ન રોકાતાં વીરનગરમાં રાત રોકાવ. યુનિવર્સિટી પર ગાડી તમને તેડવા આવી જશે અને બીજે દિવસે એરપોર્ટ પર મૂકી જશે. બધી વ્યવસ્થા થઈ જશે.'
બાપુજીનું નિમંત્રણ મળે પછી વિચારવાનું જ શું હોય? હું વીરનગર પહોંચ્યો અને એમનું આતિથ્ય માણ્યું. આવા સંત મહાત્માનો યોગ મળવો એ પણ દુર્લભ.
બાપુજીએ હૃષીકેશમાં શિવાનંદ આશ્રમમાં યોગાસનો કર્યા હતાં, સંસ્કૃત ભાષાના અભ્યાસ ઉપરાંત એમણે પાતંજલ યોગસૂત્રનો અભ્યાસ કર્યો હતો અને અષ્ટાંગયોગની સાધના કરી હતી. પાતંજલ યોગસૂત્ર જીવનભર એમનો પ્રિય ગ્રંથ રહ્યો હતો અને એ વિશે એમણે અનેક સ્થળે પ્રવચનો આપ્યાં હતાં. બાપુજીનો જીવ વસ્તુતઃ અધ્યાપકનો જીવ હતો. પોતે અઠવાડિયે એક દિવસ રાજકોટની એક સંસ્થામાં જીવનના અંત સુધી ભણાવવાનું ચાલુ રાખ્યું હતું. સણોસરાની લોકભારતી સંસ્થામાં “અહિંસા' વિશે મારું પ્રવચન હતું એ વાત જાણીને તેઓ અનસૂયાબહેન સાથે સણોસરા આવી પહોંચ્યા હતા. વ્યાખ્યાનને અંતે એમણે મને કહ્યું કે, “અહિંસા વિશે ભગવાન પતંજલિનું અવતરણ તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org