________________
હંસાબહેન મહેતા
૩૨૫
ત્યારથી જ એમની લેખનપ્રવૃત્તિ ચાલુ થઈ હતી. બાળસાહિત્યમાં તેમને વિશેષ રસ હતો. એમણે ‘બાળ વાર્તાવલિ’, ‘અરુણનું અદ્ભુત સ્વપ્ન’ વગેરે કૃતિઓ ઉપરાંત નાટકના ક્ષેત્રે ‘ત્રણ નાટકો’, ‘હિમાલય સ્વરૂપ અને બીજાં નાટકો' જેવી મૌલિક કૃતિઓ રચી હતી. તદુપરાંત મોલિયેરના નાટક ઉપરથી ‘બાવલાનાં પરાક્રમો'ની રચના કરી હતી તથા શેક્સપિયરના નાટક ‘હૅમ્લેટ’ અને ‘વેનિસનો વેપારી'ના અનુવાદ જેવી રચનાઓ આપી હતી. તદુપરાંત એમણે રામાયણના અરણ્યકાંડ, યુદ્ધકાંડ અને સુંદરકાંડ ઉપરથી પણ અનુવાદો કર્યા હતા. યુનિવર્સિટીના વહીવટી ક્ષેત્રમાં જોડાયા પછી હંસાબહેનની લેખનપ્રવૃત્તિ સ્થગિત થઈ ગઈ હતી કે જીવનના અંત સુધી ફરી પાછી ચાલુ થઈ નહોતી.
ભારતને આઝાદી મળી ત્યારે ૧૯૪૭ની પંદરમી ઑગસ્ટે (૧૪મી ઑગસ્ટે રાતના બાર વાગે) સ્વાતંત્ર્ય-પર્વની ઊજવણી વખતે ભારતની મહિલાઓ વતી રાષ્ટ્રને રાષ્ટ્રધ્વજ અર્પણ કરવાનું સદ્ભાગ્ય હંસાબહેનને પ્રાપ્ત થયું હતું. સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણ સભાની (Constituent Assembly)ની રચના થઈ ત્યારે તેના એક સભ્ય તરીકે તેમની વરણી થઈ હતી. સ્વતંત્ર ભારતમાં મહિલાઓને સમાન હક અને સમાન તક મળે એ માટે એમણે એક આવેદનપત્ર બંધારણ સભામાં રજૂ કર્યું હતું. યુનાઇટેડ નેશન્સ તરફથી માનવહકોનું જાહેરનામું (Charter of Human Rights) ઘડવા માટે પંચની રચના થઈ ત્યારે ભારતનાં મહિલા પ્રતિનિધિ તરીકે હંસાબહેનની નિમણૂક થઈ હતી. હંસાબહેને એ પંચના સભ્ય તરીકે પાંચ વર્ષ કાર્ય કર્યું હતું અને તેમાં છેલ્લા વર્ષમાં તો તેઓ પંચના પ્રમુખ થયાં હતાં. યુનેસ્કોની સમિતિના સભ્ય તરીકે પણ તેમની વરણી થઈ હતી. એમની સિદ્ધિઓ દર્શાવે છે કે બુદ્ધિશક્તિ, વિષયની જાણકારી, મૌલિક ચિંતન વગેરેમાં તેઓ કેવાં તેજસ્વી હતાં ! હંસાબહેનમાં મહિલાઓના હક માટેની જાગૃતિ પૂરેપૂરી હતી. તેમ છતાં માત્ર મહિલાઓના પક્ષકાર જેવી તેમનામાં સંકુચિતતા નહોતી કે મહિલાઓને સદા અન્યાય થયા કરે છે એવા ભૂતનું વળગણ નહોતું. તેઓ મહિલાઓના પ્રશ્નો વિશે પણ સ્વતંત્ર, સ્વસ્થ, તટસ્થ, સમતોલ અને ઉદારમતવાદી વિચારણા ધરાવનારાં હતાં.
હંસાબહેનના પિતાશ્રી સ૨ મનુભાઈ દીવાને વડોદરા રાજ્યની ઘણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org