________________
૩૮૦
વંદનીય હૃદયસ્પર્શ મદદરૂપ થવાનું. બંધારણ, મિનિટ્સ, નિયમો, સભ્યપદ, લવાજમ ઇત્યાદિની કોઈ જટિલતા કે જડતા નહિ. ફાઈલો, પત્રો, પત્રિકાઓ, ફૉર્મ, રજિસ્ટર, નામસરનામાં, નોંધો, બિલ-વાઉચર, હિસાબો બધું વ્યવસ્થિત. તરત મળે. ટપાલ, પાર્સલ પર માનભાઈ પોતે નામ સરનામાં લખે. ઘણુંખરું મોઢે હોય. કયો કાગળ કઈ ફાઈલમાં હશે એ એમને યાદ હોય. કંઈ પણ શોધતાં વાર ન લાગે. માનભાઈ એટલે one man institution.
માનભાઈના જીવનના ઘણા રસિક પ્રસંગો વાંચવા-સાંભળવામાં આવ્યા છે. એમાંના કેટલાક જોઈએ. બહેન શ્રી મીરાંબહેન ભટ્ટ “હાથે લોઢું, હૈયે મીણ'ના નામથી માનભાઈનું પ્રેરક રસિક જીવનચરિત્ર લખ્યું છે. એમાં એવા કેટલાક પ્રસંગો વર્ણવ્યા છે.
એક વખત માનભાઈ રક્તદાનનું કામ કરતા હતા તે સ્થળે બે શ્રીમંત યુવાનો આવ્યા. તેમને અમુક દર્દી માટે રક્ત જોઈતું હતું. યુવાનો વાતચીતમાં ઉદ્ધત હતા, એટલું જ નહિ, બંનેનાં મોઢાંમાં તમાકુવાળા પાનનો ડૂચો હતો. માનભાઈ સાથે વાતચીત કરતાં કરતાં બંને વારાફરતી ઊભા થઈ બહાર પગથિયાં ઉપર પાનની પિચકારી છોડી આવતા. માનભાઈને એ ગમ્યું નહિ. પરંતુ તેમણે યુવાનોને ટોક્યા નહિ કે મોઢું બગાડ્યું નહિ. વાતચીત દરમિયાન પોતે ઊભા થયા, હાથમાં ઝાડુ અને પાણીની બાલદી લઈ પગથિયું સાફ કરી પાછા આવીને પોતાની ખુરશીમાં બેસી ગયા. પેલા બંને યુવાનો ભોંઠા પડી ગયા.
વર્ષો પહેલાં, સ્વતંત્રતા પૂર્વે એક વખત માનભાઈ ભાવનગરમાં એક રસ્તા ઉપર સાઈકલ પર જઈ રહ્યા હતા. એ દિવસોમાં ગૃહિણીઓને એઠવાડ રસ્તા પર નાખવાની ટેવ. દેશી રાજ્ય તકેદારી રાખે, પણ પરિણામ સંતોષકારક ન આવે. લોકમાનસ પણ એવી પરિસ્થિતિથી ટેવાયેલું. સ્વચ્છતા માટેની સભાનતા ખાસ નહોતી. એક ગૃહિણીએ મેડા પરના પોતાના રસોડામાંથી બહાર રસ્તા પર એંઠવાડ ફેંક્યો. બરાબર તે માનભાઈ ઉપર પડ્યો. માનભાઈ સાઈકલ નીચે મૂકી એ બહેનને ત્યાં ગયા અને હીંચકા પર બેસી ગયા. કહ્યું મને કપડાં બદલવા એક ધોતિયું આપો એટલે મારાં કપડાં હું ધોઈ નાખું અને સુકાય એટલે પહેરીને ચાલ્યો જઈશ. હું તમને કશું કહેતો નથી. મારે તો કપડાં ધોવાની સગવડ જોઈએ છે. એટલામાં માણસો ભેગાં થઈ ગયાં. માનભાઈએ હઠ પકડી હતી, પણ પછી એ બહેને અને બીજાંઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org