________________
સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ
૪૧૩
ચાલવાની કસરત સારી થાય છે અને દોઢ-બે કલાક સારી રીતે પસાર થાય છે.
તનસુખભાઈના એક વિદ્યાર્થી શ્રી અજિત સરૈયાએ એક વાત નોંધી છે. દિલ્હીમાં ગાંધીજીની સમાધિ જોઈને પાછા આવ્યા પછી તનસુખભાઈએ એક ચર્ચાપત્રમાં એવો વિચાર દર્શાવ્યો હતો કે આ સમાધિ ઉપર ગાંધીજીની બે ચાખડી કોતરવી જોઈએ. વસ્તુતઃ ગાંધીજીની સમાધિ એ ગાંધીજીના અગ્નિસંસ્કારનું સ્થળ છે. પરંતુ આરસની એ લંબચોરસ આકૃતિ ઉપર રોજ અનેક લોકો ફૂલ ચડાવે છે અને વિદેશી રાજદ્વારી મહેમાનોને પણ ત્યાં ફૂલહાર ચડાવવા લઈ જવામાં આવે છે. પરંતુ બધા લોકો કંઈ લાંબો વિચાર કરતા નથી. સંભવ છે કે એમાંના કેટલાક કદાચ એને ગાંધીજીની કબર સમજતા હોય ! જો આ કબર હોય એવું લાગે તો સો-બસો વર્ષે કોઈ એમ પણ માને કે કબર તો મુસલમાનોની હોય, હિંદુની નહિ, માટે ગાંધીજી મુસલમાન હતા એવી ગેરસમજ પણ પ્રચલિત થાય. પરંતુ ‘હે રામ’ શબ્દોની સાથે ચાખડી કોતરેલી હોય, સ્વસ્તિક હોય તો ભવિષ્યમાં આવી કોઈ ગેરસમજ પ્રચલિત ન થાય. ગાંધીજી પ્રત્યેની ભક્તિ તનસુખભાઈના દિલમાં કેટલી બધી હતી તે આના ઉપરથી સમજાશે.
તનસુખભાઈ ૧૯૮૩-૮૪થી ‘પ્રબુદ્ધ જીવન' માટે અવારનવાર લેખ મોકલતા રહ્યા હતા. એમના લેખ વાંચવામાં અને છાપવામાં મને આનંદ આવતો. વાચકોને પણ એમનું લખાણ ગમતું અને ઘણું જાણવાનું મળતું. કેટલાંક વર્ષ સુધી એ રીતે એમના લેખો છપાયા. પછી એક દિવસ પત્ર આવ્યો કે ‘મારા લેખો હવેથી છાપશો નહિ.' હું એમને મળવા ગયો. એમણે કહ્યું, ‘હું હવે લેખો દ્વારા પણ લોકસંપર્કમાં રહેવા ઇચ્છતો નથી.' મેં એમના લેખો
પાછા આપ્યા.
તેઓ અજ્ઞાતવાસમાં રહેવા ઇચ્છતા હતા. ૧૯૯૦ પછી તેઓ મુંબઈ છોડી બીજે ક્યાંક રહેવાનું વિચારતા હતા. તનસુખભાઈની દીકરી ક્ષિતિજાને કોઈ આધ્યાત્મિક નિવૃત્તિ-ક્ષેત્રમાં રહેવાની ઇચ્છા હતી. પોતે જ્યાં જાય ત્યાં તનસુખભાઈ જવા તૈયાર હતા. અમદાવાદ કે વડોદરામાં રહેવાનો વિચાર કરી જોયેલો પણ ત્યાં એટલી અનુકૂળતા લાગી નહિ. છેવટે પોંડિચેરી જવાનું નક્કી કર્યું, કારણ કે ક્ષિતિજાને શ્રી અરવિંદ અને પોંડિચેરીનું આકર્ષણ ઘણું હતું. ક્ષિતિજા ત્યાં તપાસ કરી આવી. મુંબઈનો ફ્લેટ વેચી દઈ ૧૯૯૭માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org