________________
વંદનીય હૃદયસ્પર્શ તેમને ઘણી મુશ્કેલીઓ પડી. ઘણી પરતંત્રતા અનુભવી, પરંતુ ધીરજપૂર્વક તેમણે પોતાની અભ્યાસપ્રવૃત્તિ ચાલુ રાખી. બુદ્ધિની તેજસ્વિતા, તીવ્ર સ્મરણશક્તિ અને સ્વભાવની સરળતાને લીધે પંડિતો પણ તેમને વિદ્યાભ્યાસ પ્રેમથી કરાવતા. તેમણે કાશીમાં સંસ્કૃત ભાષાના અભ્યાસ ઉપરાંત દર્શનશાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો.
વિદ્યાભ્યાસ પછી વ્યવસાય તરીકે પંડિતજીએ મોટું કાર્ય જે કર્યું તે બનારસ યુનિવર્સિટીમાં પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ તરીકેનું અધ્યાપનકાર્ય છે. આ સમય દરમિયાન તેમણે હિંદી ભાષામાં ઠીક ઠીક લેખનકાર્ય પણ કર્યું.
પંડિતજીએ કેટલોક સમય ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધીજી સાથે અને કેટલોક સમય મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં કનૈયાલાલ મુનશીજી સાથે રહીને કાર્ય કર્યું. પંડિતજીને એમની વિદ્યાને માટે, એમના ગ્રંથોને માટે સુવર્ણચંદ્રકો, પારિતોષિકો, ડી. લિટ.ની ઉપાધિ વગેરે મળ્યાં, પરંતુ આ બધાં ઔપચારિક સન્માનો હતાં. પંડિતજીએ પોતાના વ્યક્તિત્વ પર એની જરા પણ વિપરીત અસર થવા દીધી નહિ.
પંડિતજી સાથેનો મારો પરિચય ઈ. સ. ૧૯૪૪થી. એ સમયે હું કૉલેજમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયેલો અને મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહેતો. તે સમયે અમારે ધાર્મિક અભ્યાસમાં પંડિતજીએ સંપાદિત કરેલા ગ્રંથ, વાચક ઉમાસ્વાતિકૃત “તત્ત્વાર્થસૂત્ર'નું અધ્યયન કરવાનું હતું. પંડિતજીની સૂક્ષ્મ અને ગહન વિદ્વત્તાનો ત્યારે પહેલો પરિચય થયો. એ જ વર્ષે વિદ્યાલયમાં પંડિતજી કાકાસાહેબ કાલેલકર સાથે મંગળ પ્રવચન માટે પધારેલા. એ સમયે એમનું દર્શન પહેલવહેલું થયેલું. ત્યારે પંડિતજી મુંબઈમાં ભારતીય વિદ્યાભવનના જૂના મકાનમાં રહેતા એટલે કોઈ કોઈ વખત હું તેમને મળવા જતો. તેઓ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રમુખસ્થાને બિરાજતા. કોઈ કોઈ વખત તેમાં પોતે પણ એકાદ વિષય ઉપર પ્રવચન આપતા. તે સાંભળી પંડિતજીની વિદ્વત્તાથી હું ઘણો પ્રભાવિત થયો હતો. - ઈ. સ. ૧૯૫૧માં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે મેં કાર્ય કર્યું અને સાથે સાથે જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિમાં પણ જોડાયો. શ્રી પરમાનંદ કાપડિયા તથા મારા સસરા શ્રી દીપચંદભાઈ શાહ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org