________________
ચીમનલાલ ચકુભાઈ શાહ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ એટલે આપણા રાષ્ટ્રસ્થવિરોમાંના એક. તેઓ ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના એક સેનાની, ભારતના બંધારણના ઘડનારાઓમાંના એક, ભારતની લોકસભાના સભ્ય, જૈન સમાજના એક અગ્રગણ્ય નેતા, એક નામાંકિત સોલિસિટર, અનેક સામાજિક-શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓના સૂત્રધાર, ગુજરાતી સાહિત્ય પરિષદના વર્ષો સુધી મંત્રી, પીઢ પત્રકાર, વિચારશીલ લેખક અને સમર્થ તત્ત્વચિંતક હતા.
ચીમનભાઈ એટલે સેલ્ફ મેઇડ મેન, એમનું જીવન એટલે શૂન્યમાંથી સર્જન. એમનું જીવન એટલે પ્રબળ પુરુષાર્થની ગૌરવગાથા. - ચીમનભાઈનો જન્મ સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે પાણશીણા ગામમાં ઈ. સ. ૧૯૦૨ના માર્ચની ૧૧મી તારીખે સ્થાનકવાસી જૈન કોમમાં થયો હતો. એમના પિતા ચકુભાઈ ગુલાબચંદની આર્થિક સ્થિતિ સારી નહિ એટલે ઈ. સ. ૧૯૦૦માં તેઓ મુંબઈમાં નોકરી કરવા ગયેલા. મુંબઈમાં ઝવેરી બજારમાં સુથારચાલમાં એક નાનકડી ઓરડીમાં તેઓ રહેતા અને દવા બજારમાં દવાની એકદુકાને નોકરી કરતા. બાળક ચીમનભાઈ બે વર્ષના થવા આવ્યા ત્યાં એમની માતાનું અવસાન થયું. પિતા ચકુભાઈ ભરયુવાન વયે વિધુર થયા. બીજાં લગ્ન કર્યા. અપર માતા રંભાબહેને બાળક ચીમનભાઈને પોતાના જ સંતાનની જેમ ઉછેર્યા–એટલી બધી સારી રીતે કે ચીમનભાઈને પોતાની જન્મદાત્રી માતા જુદી છે એવી ખબર સુધ્ધાં પડવા દીધી નહિ. રંભાબહેનને પોતાનું કોઈ સંતાન થયું નહિ એથી પણ એમનું સમગ્ર વાત્સલ્ય ચીમનભાઈ પર વરસ્યું હતું.
પ્રાથમિક શિક્ષણ પાણશીણામાં અને માધ્યમિક શિક્ષણ મુંબઈની બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં તથા ભરડા હાઈસ્કૂલમાં લઈને ચીમનભાઈએ તેજસ્વી કારકિર્દી સાથે મેટ્રિકની પરીક્ષા ૧૯૧૯માં અમદાવાદમાં આપી હતી.
એ જમાનામાં મેટ્રિક સુધીનો અભ્યાસ ઓછો ન ગણાતો. પરંતુ ચીમનભાઈની ઇચ્છા કૉલેજમાં અભ્યાસ કરવાની હતી. નબળી આર્થિક સ્થિતિને કારણે પિતાશ્રીની ઇચ્છા એમને નોકરીએ બેસાડવાની હતી. છેવટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org