SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ મારા પિતાશ્રી ૪૫૧ નાનું ગામડું હતું. એને વિકસાવ્યું દલા દેસાઈ નામના પાટીદારે. તેઓ દલા પાદરીઆ તરીકે ઓળખાતા. એટલે એમના નામ પરથી ટંકણપુરનું નામ પાદરા થઈ ગયું. તેઓ ભારે પરાક્રમી હતા. એ જમાનામાં મોગલ સલ્તનતને આગળ વધતી અટકાવવામાં મરાઠાઓએ ઘણી બહાદુરી બતાવી. શિવાજી મહારાજના અવસાન પછી જે કેટલાક શૂરવીરો થયા તેમાં ખંડેરાવ દાભાડેએ પાદરાની સરહદ સંભાળી હતી. એમને મદદ કરનારાઓમાં આ દલા દેસાઈ હતા. દલા દેસાઈએ પોતાના ભીલ ભાઈબંધ ચૂડામણિ સાથે મળીને મોગલ સૂબાઓને અમદાવાદ સુધી મારી હઠાવ્યા હતા. દામાજી ગાયકવાડે વડોદરામાં હિંદુપત પાદશાહીનો ઝંડો ફરકાવ્યો હતો. ત્યાર પછી અંગ્રેજો સામેના ૧૮૫૭ના બળવામાં મલ્હારરાવ ગાયકવાડે પાદરામાં રહીને વિપ્લવકારીઓને સહાય કરી હતી. પાદરામાં ત્યારે તાત્યા ટોપે થઈ ગયો. પચાસ યુવાન સાથીદારોને લઈને એ નાના સાહેબ પેશ્વાની સાથે જોડાયો હતો. તેઓ અંગ્રેજોની સામે આગળ વધ્યા. તેમની સેનામાં ભરતી થવા લાગી. રાણી લક્ષ્મીબાઈ, બાલાસાહેબ વગેરે સાથે દિલ્હી, કાનપુર, લખનૌમાં તેઓએ પોતાનાં કેન્દ્રો સ્થાપ્યાં. અંગ્રેજોના ઘેરામાંથી બહાદુરીપૂર્વક છટકી જનાર તાત્યા ટોપે પોતાના સાથીદાર માનસિંગના વિશ્વાસઘાતથી અલ્વર નજીક પકડાઈ ગયો હતો. ઇનામ તરીકે મોટી જાગીર મળવાની લાલચે માનસિંગે તાત્યા ટોપેની છુપી બાતમી આપી દીધી હતી. ૧૮૫૯ના એપ્રિલની ૧૮મી તારીખે તાત્યા ટોપેને જાહેરમાં ફાંસી આપવામાં આવી. એ ફાંસી જોવા દૂરદૂરની ટેકરીઓ ઉપર હજારો માણસો એકત્ર થયા હતા. તાત્યા ટોપેની બહાદુરીથી અંગ્રેજો પણ પ્રભાવિત થઈ ગયા હતા. તાત્યા ટોપેનું શબ ફાંસીને માંચડે લટકતું હતું ત્યારે એની યાદગીરી પોતાની પાસે રાખવા માટે કેટલાયે અંગ્રેજો એના માથાના વાળ તોડીને લઈ ગયા હતા. આમ તાત્યા ટોપે, ખંડેરાવ દાભાડે, મલ્હારરાવ ગાયકવાડ, બાલાસાહેબ, દલા દેસાઈ, શામળભાઈ દેસાઈ, બાવા ભિખારીદાસ વગેરે ૧૮૫૭ના બળવાના ક્રાંતિવીરોની ઐતિહાસિક ભૂમિ તરીકે પાદરાનું નામ ઇતિહાસમાં નોંધાયેલું છે. ગત શતકના પૂર્વાર્ધમાં પાદરા વિવિધ પ્રવૃત્તિઓથી ગાજતું હતું. પાદરાની ભૂમિ ખેતીવાડીની દષ્ટિએ ફળદ્રુપ છે. પાદરાની તુવેરની દાળ હજુ પણ વખણાય છે. પાદરાની બાજરી અને બીજું અનાજ પણ બહારગામ વેચાવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy