________________
૩00
વંદનીય હૃદયસ્પર્શ ડૉ. ભોગીલાલ સાંડેસરા પણ ગળામાં હમેશાં મફલર વીંટાળીને ફરતા. કોઈક વાર તો ભર ઉનાળામાં પણ તેમને ગળે મફલર હોય. તે માટે તેઓ સંકોચ અનુભવતા નહિ. કોઈક મજાક કરે ત્યારે તેઓ અંગ્રેજીમાં પ્રશ્ન કરતા, “Tell. me whether there is anything illegal about it?'
ડૉ. સાંડેસરાના જીવનમાં એક ઘટના આઘાત થાય તેવી બની હતી. તેઓ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા. તેમણે માન્યું હતું કે તેમનું કાર્ય, સ્વાથ્ય અને પ્રતિષ્ઠા જોતાં તેમને યુનિવર્સિટીમાં બે-ત્રણ વર્ષ માટે એક્સટેન્શન મળશે. તેઓ યુનિવર્સિટીની સિન્ડિકેટમાં પણ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા એટલે પોતાને યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલરનું કે પ્રો. વાઇસ ચાન્સેલરનું પદ મળે એવી ધારણા પણ કદાચ હશે. પરંતુ ન તેમને વાઇસ ચાન્સેલરનું પદ મળ્યું કે ન પોતાના હોદ્દા માટે એક્સટેન્શન મળ્યું. આટલું તો ઠીક પરંતુ યુનિવર્સિટીના કાવાદાવાને કારણે તેમના ઉપર બીજા કેટલાક વરિષ્ઠ અધ્યાપકો દ્વારા મૌખિક અને અનૌપચારિક રીતે સાવ ક્ષુલ્લક આક્ષેપો પણ થયા. પરંતુ આનો આઘાત ડૉ. સાંડેસરાને ઘણો લાગ્યો. તે એટલી હદ સુધી કે તેમણે થોડો સમય માનસિક સ્વસ્થતા ગુમાવી હતી. એ દિવસોમાં એક વખતે તેઓ મુંબઈ આવ્યા અને સવારે અગિયાર વાગે મારા ઘરે આવી ચઢ્યા. તેમની માનસિક અસ્વસ્થતાની મને કશી જ ખબર નહિ. અજાણી વ્યક્તિને તો તેનો કશોજ ખ્યાલ ન આવે. તેમના બોલાવામાં કોઈ અસંબદ્ધતા નહોતી. ખાવાપીવામાં કે હરવાફરવામાં પણ કંઈ ફરક નહોતો. મારા ઘરે તેઓ આવ્યા. જમ્યા અને લગભગ ચારેક વાગ્યા સુધી બેઠા. તેઓ સતત બોલતા જ રહેતા. અને તેમાં પોતાની યુનિવર્સિટીની જ વાતો કરતા રહેતા. જે કોઈ વ્યક્તિઓને હું ઓળખું પણ નહિ એવી વ્યક્તિઓ પોતાની યુનિવર્સિટીમાં શું શું કરે છે એના વિશે તેમાં સતત કહેતા રહ્યા અને આશ્ચર્ય થયું કે જે વાત સાથે કે જે વ્યક્તિ સાથે મને કશી જ નિસ્બત નથી તેમના વિશે આટલી બધી માંડીને વાત તેઓ કેમ કરે છે? હું વિષયાંતર કરવા જાઉં તો તેઓ મારી વાત જરા પણ સાંભળે નહિ. વાત કરતાં તેમના અવાજમાં ઉગ્રતા આવી જતી અને ત્યારે તેઓ મારો હાથ જોરથી દબાવીને વાત કરતા. કોઈ વખત બહુ આવેગમાં આવીને ટીપોઈ ઉપર જોરથી હાથ પછાડતા. તેઓ કલાકને બદલે ચારેક કલાક મારા ઘરે બેઠા એથી જ મને કંઈક વિચિત્ર લાગ્યું. તેમાં વળી એમનો અવાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org