________________
મનસુખલાલ તારાચંદ મહેતા
૭૫ વિનમ્રતા હતાં તેથી જ મારે એમના પુસ્તકની પ્રસ્તાવના લખ્યા વગર છૂટકો નહોતો.
તેમના સ્વભાવની વિનમ્રતા અને ઉદારતાના ઘણા બધા પ્રસંગો નજર સામે તરવરે છે. માણસના સ્વભાવની ખરી કસોટી સાથે લાંબો પ્રવાસ કરવામાં થાય છે. એક વખત અમે અધ્યાત્મ મંડળની મીટિંગ અગાશી તીર્થમાં રાખી હતી. અમને ખબર પણ ન પડી એ રીતે કમિટીના બધા જ સભ્યોના જમવાના પૈસા એમણે આપી દીધા હતા. મુસાફરીમાં પોતાનો સામાન તેઓ ભાગ્યે જ બીજાને ઊંચકવા દેતા, પરંતુ બીજાનો સામાન તેઓ ઊંચકી લેતા. વળી સૂવામાં, સવારે ઊઠવામાં, જમવામાં, તૈયાર થવામાં પોતાને કારણે બીજાઓને કંઈ પણ અગવડ ન પડે તેનો તેઓ ખ્યાલ રાખતા, એટલું જ નહિ પણ દરેક બાબતમાં તેઓ તરત બીજાને સાનુકૂળ થઈ જતા.
તેમની વિનમ્ર સજ્જનતાનો તો ઘણાને અનુભવ થયો હશે. અહંકાર તો તેમનામાં ક્યાંય જોવા ન મળે, આત્મપ્રશંસા કે આત્મપ્રસિદ્ધિ માટે તેઓ ઉદાસીન રહેતા. અધ્યાત્મ મંડળ તરફથી દર વર્ષે બુદ્ધિસાગરસૂરીશ્વરજીની સ્વર્ગારોહણ તિથિ મુંબઈમાં ઊજવવામાં આવે તેમાં પોતે મંડળના ઘણાં વર્ષ પ્રમુખ હતા છતાં બોલવા માટે આગ્રહ ન રાખે. તેઓ વિનમ્ર અને મારા પ્રત્યે અંગત લાગણીવાળા એટલા બધા હતા કે જ્યારે બુદ્ધિસાગરસૂરીશ્વરજીની જન્મશતાબ્દી અને સ્વર્ગારોહણ સુવર્ણ જયંતીનું વર્ષ આવ્યું ત્યારે તેમણે અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળના પ્રમુખપદેથી રાજીનામું આપી એ પ્રમુખપદ મારે સ્વીકારવું એનો એટલો બધો આગ્રહ રાખ્યો કે એ સ્થાને સર્વ રીતે રહેવા યોગ્ય વ્યક્તિ તેઓ હતા છતાં મારે એ સ્થાન એમના સ્નેહના ખાતર સ્વીકારવું પડ્યું.
કેટલાક સમય પહેલાં મુંબઈમાં એક સંસ્થા તરફથી સ્યાદ્વાદ' વિશેની ઈનામી નિબંધોની સ્પર્ધા યોજવામાં આવેલી જેમાંના નિર્ણાયકોમાં મુરબ્બી શ્રી મનસુખલાલભાઈની સાથે હું પણ હતો. એ સ્પર્ધા માટે ઘણાબધા નિબંધો આવેલા એટલે વારંવાર મળવું જરૂરી હતું. એ અંગે ચર્ચા-વિચારણા કરવા માટે એમને ઘરે જવા માટે હું એમનો સમય માગતો ત્યારે તેઓ હંમેશાં એમ જ કહેતા કે “હું નિવૃત્ત છું અને તમારી મુંબઈ યુનિવર્સિટી મારા ઘરની પાસે જ છે. માટે તમારે સમય બગાડીને મારે ત્યાં આવવાનું ન જ હોય. હું જ તમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org