________________
૪૪ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ
એકાંતપ્રિય, અલિપ્ત અને અજ્ઞાત રહેવાની ભાવનાવાળા અને જીવનનાં છેલ્લાં વર્ષોમાં અજ્ઞાતવાસમાં રહેલા વિદ્વાન લેખક અને કવિ, સત્યનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ ગાંધીભક્ત, આજીવન ખાદીધારી પ્રો. ડૉ. તનસુખભાઈ ભટ્ટનું કેટલાક સમય પહેલાં પૂનામાં અવસાન થયું હતું. પોતે દેહ છોડે ત્યારે સ્મશાનયાત્રા માટે માત્ર બે કે ત્રણ વ્યક્તિને કહેવું એવી સૂચના એમણે પોતાની દીકરી ચિ. ક્ષિતિજાને આપી હતી. એમની સૂચનાનુસાર શબવાહિનીમાં એમના મૃતદેહને સ્મશાનમાં લઈ જવામાં આવ્યો હતો. અગ્નિસંસ્કાર વખતે ક્ષિતિજા સહિત ફક્ત પાંચ વ્યક્તિ ઉપસ્થિત રહી હતી. ક્ષિતિજાએ અગ્નિસંસ્કાર કર્યા હતા.
તનસુખભાઈની ઇચ્છા પ્રમાણે બીજે દિવસે એમનાં અસ્થિ પૂના પાસેની નદીઓ – મૂળા અને મૂઠાના સંગમમાં પધરાવવામાં આવ્યાં હતાં. તનસુખભાઈએ પોતાના અવસાનના સમાચાર જણાવવા માટે પોતાની ડાયરીમાં જે પાંચ-છ નામ લખ્યાં હતાં તેમાં મારું નામ પણ હતું. એ પ્રમાણે બહેન ક્ષિતિજાએ મને પત્ર લખ્યો હતો, પરંતુ પોતાનું સરનામું લખ્યું નહોતું એટલે કેવી રીતે સંપર્ક કરવો તેની મૂંઝવણ હતી. પરંતુ મિત્રો દ્વારા તપાસ કરીને છેવટે ફોનથી ક્ષિતિજોનો પૂના સંપર્ક કર્યો ત્યારે બધી વિગત જાણવા મળી હતી.
તનસુખભાઈ એટલે એક એવી વ્યક્તિ કે કિશોરાવસ્થા અને ઊગતી યુવાનીમાં જેમના જીવનનું ઘડતર મહાત્મા ગાંધીજીએ કર્યું હતું. તનસુખભાઈએ લગભગ ૯૩ વર્ષ જેટલું આયુષ્ય ભોગવ્યું, પણ એમના જીવનનો રાહ સીધી સરળ વિકાસ-ગતિએ ચાલ્યો નહિ, જીવનના મધ્યાહન કાળે કેટલાક કટુ અનુભવો થતાં તેઓ અલિપ્ત અને અંતર્મુખ થતા ગયા. અન્યાય કરનારાઓ પ્રત્યે તેઓ આક્રમક બન્યા નહિ, વેર લેવાની વૃત્તિ રાખી નહિ, પણ પોતાની જાતને સંકોચતા ગયા. તેઓ ઉત્તર વયમાં સમાજથી એટલા બધા અલિપ્ત રહેવા લાગ્યા હતા કે પછીથી તો એવી રીતે રહેવું તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org