SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ઇન્દ્રજિત મોગલ - સ્વ. ઇન્દ્રજિત મોગલનું નામ મુંબઈમાં વધુ જાણીતું રહ્યું છે. મુંબઈમાં પણ શાળાઓના શિક્ષણના ક્ષેત્રમાં સવિશેષ જાણીતું રહ્યું. એક જમાનામાં મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષામાં પ્રથમ દસ નંબરમાં સ્થાન મેળવનાર એવા તેજસ્વી વિદ્યાર્થીઓ ધરાવનાર બાબુ પનાલાલ હાઈસ્કૂલનું નામ ઘણું મશહૂર હતું. એ શાળામાં સ્વ. ઇન્દ્રજિત મોગલે પાંચ દાયકાથી વધુ સમય શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું. એમના હાથ નીચે હજારો વિદ્યાર્થીઓ તૈયાર થયા. એમના એક વિદ્યાર્થી હોવાનું સદભાગ્ય મને પણ સાંપડ્યું. એ કાળના શાળાના વિદ્યાર્થીઓ પરસ્પર મળે તો મોગલસાહેબને અવશ્ય પ્રેમપૂર્વક અને આદરપૂર્વક યાદ કરે. તા. ૧૭મી એપ્રિલ, ૧૯૮૫ની રાત્રે મારા શિક્ષકવર્ય શ્રી ઈન્દ્રજિત મોગલનું મુંબઈમાં છોતેર વર્ષની વયે અવસાન થયું. તા. ૧૮મીએ સવારે હું બહારગામ ગયો હતો. ત્યાં મોગલસાહેબના ગુજરી ગયાના સમાચાર જાણી મેં સખત આઘાત અનુભવ્યો. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ૧૫, ૧૬, ૧૭ અને ૧૮ એપ્રિલે ઇન્ડિયન મરચન્ટ્સ ચૅમ્બરના હૉલમાં વસંત વ્યાખ્યાનમાળા યોજવામાં આવી હતી. જૈન યુવક સંઘના ઘણા કાર્યક્રમોમાં મોગલસાહેબ ઉપસ્થિત રહેતા. દરેક કાર્યક્રમને અંતે મારે તેમને અચૂક મળવાનું થતું. અમે પરસ્પર હમેશાં મળવા માટે રાહ જોતા. આ વખતે વસંત વ્યાખ્યાનમાળામાં તેઓ તા.૧પમીએ અને ૧૬મીએ એમ બંને દિવસ વ્યાખ્યાન સાંભળવા આવ્યા હતા. કાર્યક્રમ શરૂ થતાં તેઓ આવી પહોંચતા. પાછળથી એકાદ ખુરશીમાં ચૂપચાપ બેસી જતા. મંચ પરથી મોગલસાહેબ પર મારી દષ્ટિ પડતી. તેઓ કંઈક થાકેલા અને નિરુત્સાહી જણાતા. કદાચ ઉંમરની અસર હશે એમ લાગ્યું. એમની સાથે રૂબરૂવાત કરવી હતી, પરંતુ વ્યાખ્યાન પૂરું થતાં મારી રાહ જોયા વગર તરત જ તેઓ ચાલ્યા જતા. એટલે એમની સાથે બંને દિવસ રૂબરૂ વાતચીત કરવાની તક મળી નહિ. વળી મારે એમને એક લખાણ પણ આપવાનું હતું. પરંતુ બંને દિવસ તેઓ વહેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy