SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ વંદનીય હૃદયસ્પર્શ 241 244 245 212 541 dl. 'what life has taught me 41471 પોતાના લખાણમાં એમણે આવો એકરાર કરતાં લખ્યું છે, “I had first a notion that truth cannot always be said pleasantly and did not act up to this advice of the sages, as I thought it was not possible to do so. About 18 years ago | realsied that the sages who had prescribed or who had given this advice were much wiser than me and this realisation made me think about how to act on the dictum." મોરારજીભાઈમાં સત્ય વિશેની આ દૃષ્ટિ મોડી મોડી પણ આવી તેથી એમનાં છેલ્લાં ઘણાં વર્ષો શાંતિ અને સમત્વના પુરુષાર્થરૂપ બની રહ્યાં. આ દૃષ્ટિ એમના તપતા મધ્યાહ્નકાળમાં ખીલી હોત તો મોરારજીભાઈ માટે જે કેટલાક વિવાદો સર્જાયા તે ન સર્જાયા હોત અને તેમના મોટેની લોકચાહના ઘણી વધુ હોત. ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન એમના પુત્ર સંજય ગાંધી વગર હોદ્દાએ સરકારી સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં લેતા હતા તે પ્રત્યે મોરારજીભાઈ પોતાની નાપસંદગી દર્શાવતા હતા અને કહેતા હતા કે જો આમ જ ચાલ્યા કરશે તો સંજય ગાંધીને અંકુશમાં રાખવાનું ઇન્દિરા માટે ભારે થઈ પડશે. સંજય ગાંધીનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે ઇન્દિરા ગાંધીએ તે સ્થળે પહોંચીને તરત સંજયની ઘડિયાળ અને ચાવી માટે તપાસ કરી હતી અને તે પોતાના કબજામાં લઈ લીધી હતી. મેં મોરારજીભાઈને એ વિશે પૂછયું હતું ત્યારે એમણે કહ્યું હતું કે, “એવી વાત આવી છે કે સંજયની ઘડિયાળમાં નાનું ટેપરેકૉર્ડર છે અને એની અંદર સ્વિસ બૅન્કના એકાઉન્ટના કોડવર્ડ રાખેલા છે. એટલા માટે ઇન્દિરા ગાંધીએ તે કોઈના હાથમાં ન જાય તેની ચીવટ રાખી હતી, પણ આ મારી પાસે આવેલી વાત છે. સાચું શું છે તે કોણ કહી શકે ?” મુંબઈમાં અમારા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં એક વખત મોરારજીભાઈ પધાર્યા હતા. ત્યારે મેં એમને મારું “પાસપૉર્ટની પાંખે’ નામનું પુસ્તક ભેટ આપ્યું હતું. તેમણે પુસ્તક સ્વીકારતાં કહ્યું હતું કે, ‘તમે પુસ્તક ભેટ આપ્યું છે તે સ્વીકારું છું, પણ હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy