SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ મોરારજી દેસાઈ ૨ ૧૯ મોરારજીભાઈની વેધક દષ્ટિ એમના વ્યક્તિત્વમાં ઉમેરો કરતી હતી એ ત્યારે જોવા મળ્યું હતું. ઈ. સ. ૧૯૭૯ના જુલાઈ મહિનામાં બ્રાઝિલના રીઓ-ડી-જાનેરોમાં આંતરરાષ્ટ્રીય લેખક પરિષદમાં ભાગ લઈને હું મારાં પત્ની સાથે આર્જેન્ટીનાના પાટનગર બોનોઝ આઇરિસમાં હતો, ત્યારે એક મિત્રને ત્યાં જમવા અમે ગયાં હતાં. અમે પહોંચ્યાં ત્યારે એ મિત્રે તરત જ કહ્યું કે, “ડૉ. શાહ ! તમારા દેશના એક આઘાતજનક સમાચાર છે. તમારા વડાપ્રધાન મોરારજી દેસાઈએ વડાપ્રધાન તરીકે રાજીનામું આપ્યું છે. અમે આ સમાચાર સાચા માની ન શક્યાં કારણ કે લોકસભામાં જનતા પક્ષની બહુમતી હતી. પરંતુ અમારા યજમાને જયારે છાપું વંચાવ્યું ત્યારે એ સાચા સમાચાર સ્વીકારવા પડ્યા. અમને એ વાત જાણીને દુઃખ થયું. ભારતની આ એક કમનસીબ ઘટના છે એવું અમારે યજમાનને કહેવું પડ્યું. અમે એમને ત્યાં જમવા ગયા હતા, પરંતુ અમને જમવાનું ભાવ્યું ન હતું. ભારતના વડાપ્રધાન બન્યા પછી જનતા પક્ષમાં વધતી જતી ખટપટોને કારણે ચરણસિંહ અને રાજનારાયણની બાબતમાં મોરારજીભાઈ જેવી અડગ વ્યક્તિએ પણ જ્યારે નમતું જોખ્યું ત્યારે મોરારજીભાઈ પહેલાં કરતાં હવે કંઈક કુમળા પડ્યા છે એવી છાપ લોકોમાં પડી હતી. અને એ છાપ સાચી હતી. ખુદ મોરારજીભાઈએ પોતે પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો. વડાપ્રધાનના પદનો ત્યાગ કર્યા પછી તેઓ મુંબઈ આવ્યા હતા, અને પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે પધાર્યા હતા ત્યારે તેમણે પોતે જ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે “સત્યકથનની બાબતમાં પહેલાં હું જેટલો આકરો હતો તેટલો હવે હું રહ્યો નથી. મારા પોતાના સ્વભાવમાં પણ હવે કેટલુંક પરિવર્તિન આવ્યું છે. અનુભવે તે મને શિખવાડ્યું છે. કેટલીક બાબતોમાં સત્યકથન કરતાં મૌન વધારે ઉપયોગી અને અસરકારક જણાયું છે.” મોરારજીભાઈ જ્યાં સુધી સત્તા ઉપર હતા ત્યાં સુધી સત્ય કડવું હોય તો પણ તે બોલવાના આગ્રહી હતા. એથી વખતોવખત ઘણા લોકોને એમણે દુભવ્યા હતા. પરંતુ વિચારો અને અનુભવની પરિપક્વતાથી એમને સમજાયું હતું કે કટુ સત્ય જેટલું હિત કરે છે તેના કરતાં અહિત વધારે કરે છે. જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપતાં એમણે પોતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy