________________
૨૬૮
વંદનીય હૃદયસ્પર્શ ભાવસાર હતા અને સ્થાનકવાસી ધર્મ પાળતા. તેઓના વડાઓ માલવણ ગામના હતા એટલે એમની અટક “માલવણિયા' પડી ગઈ હતી. ડાહ્યાભાઈને ચાર દીકરા અને એક દીકરી એમ પાંચ સંતાનો હતાં. એમાં સૌથી મોટા દલસુખભાઈ. ડાહ્યાભાઈ સાયલામાં પરચૂરણ ચીજવસ્તુઓની નાનકડી દુકાન ધરાવે, પરંતુ એમાંથી ખાસ કંઈ કમાણી થાય નહિ એટલે જેમતેમ ગુજરાન ચલાવતા.
દલસુખભાઈએ સાયલાની પ્રાથમિક શાળામાં બે ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ દસ વર્ષના થયા ત્યારે એમના પિતાનો સ્વર્ગવાસ થયો. માતા પાર્વતીબહેન દુઃખના એ દિવસોમાં જેમતેમ ગુજરાન ચલાવતાં, પરંતુ ગરીબી એટલી અસહ્ય હતી કે કુટુંબનો નિર્વાહ થતો ન હતો. એથી માતા પાર્વતીબહેનને પોતાના ચારેય દીકરાઓને સુરેન્દ્રનગરના અનાથાશ્રમમાં મૂકવા પડ્યા હતા. અનાથાશ્રમમાં રહીને દલસુખભાઈએ અંગ્રેજી પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. એમની વિદ્યારુચિ જેમ જેમ વધતી ગઈ તેમ તેમ તેઓ અનાથાશ્રમની લાયબ્રેરીનાં પુસ્તકો વાંચતા રહ્યા હતા. આ રીતે અનાથાશ્રમમાં તેઓ સાત વર્ષ રહ્યા.
આ વર્ષોમાં જયપુરના શ્રી દુર્લભજીભાઈ ઝવેરીની પ્રેરણા અને આર્થિક સહાયથી સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ જૈન પંડિતો તૈયાર કરવા માટે બિકાનેરમાં એક ટ્રેનિંગ કૉલેજ ચાલુ કરી. કહેવાય કૉલેજ, પણ હકીકતમાં તો પાઠશાળા જ હતી. ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવાના અને ભણી રહે ત્યાર પછી ત્રણ વર્ષ નોકરી પણ મળે એવી શરત તેઓએ રાખી હતી. દલસુખભાઈ પાસે બિકાનેર સુધી જવાનું ભાડું નહોતું, પરંતુ એમની ભાવસાર જ્ઞાતિએ એ ભાડું આપીને એમને બિકાનેર ભણવા મોકલ્યા. રહેવા-જમવાની અને વિદ્યાભ્યાસની મફત સારી સગવડને લીધે દલસુખભાઈની શક્તિ વિકસતી ગઈ. સંસ્થા વિદ્યાર્થીઓને જ્યાં પંડિતો હોય ત્યાં વિદ્યાભ્યાસ માટે મોકલતી. એ રીતે દલસુખભાઈને બિકાનેર ઉપરાંત જયપુર, બાવર, અંજાર (કચ્છ) વગેરે સ્થાને ગુરુકુળમાં રહી અભ્યાસ કરવાની તક મળી. કચ્છમાં તો શતાવધાની શ્રી રત્નચંદ્રજી મહારાજ પાસે વિદ્યાભ્યાસની તક મળી. એ રીતે તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ કરીને ન્યાયતીર્થ” તથા “જૈન વિશારદ'ની ડિગ્રી મેળવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org