________________
૪૫૬
વંદનીય હૃદયસ્પર્શ રકમથી પણ વધુ સહાય કરતા કે જેથી તેઓ નિશ્ચિંત રહી શકે. આથી જ તેમનું નામ ‘લહેરી શેઠ' પડી ગયું હતું. લોકો વાતચીતમાં પણ એમના નામનો ઉલ્લેખ કરવાને બદલે ‘લહેરી શેઠ' બોલતા. લહેરી શેઠ ખવડાવવામાં ઘણા ઉદાર હતા. મહેમાનોની અવરજવર સતત ચાલુ રહેતી. તે ઉપરાંત એ દિવસોમાં લહેરી શેઠની ચા પીવા ગામના ઘણા માણસો આવતા. ચાનો પ્રચાર ત્યારે હજુ થયો નહોતો. થોડા શ્રીમંતોના ઘરે ચા આવી હતી. ખાસ મુંબઈથી ચા મંગાવવામાં આવતી. કપરકાબી નહોતાં. છાલિયામાં ચા આપવામાં આવતી. મળવા આવેલા લોકો ઘરની બહાર રાખવામાં આવેલી મોટી પાટ પર બેસતા અને ચા પીને રવાના થતા.
લહેરી શેઠ એટલા બધા ભલા અને દયાળુ હતા અને એમનું જીવન એવું પવિત્ર હતું કે તેઓ સામા મળે તેને લોકો શુકન માનતા. સારા શુકન માટે લોકો તેમના નીકળવાની રાહ જોતા. જ્ઞાતિના આગેવાન તરીકે તેમનું ઘણું માન રહેતું. દરેક બાબતમાં તેઓ તન, મન, ધનથી ઘસાવા તૈયાર રહેતા. તેમની પ્રતિષ્ઠા ઘણી મોટી હતી. વેપાર-ધંધાના બહોળા અનુભવને લીધે તથા અનેક વ્યક્તિઓના પરિચયમાં આવવાને લીધે તેઓ પોતાની કુશાગ્ર બુદ્ધિ અને દીર્ઘદૃષ્ટિથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધી શકતા. તેમની સૂઝ, સત્યપ્રીતિ અને ન્યાયબુદ્ધિને લીધે ભાઈ-ભાઈ વચ્ચે, સગાંસંબંધીઓ વચ્ચે, જ્ઞાતિનાં બે જૂથો વચ્ચે ઝઘડો થાય ત્યારે લવાદ તરીકે તેમની નિમણૂક થતી અને તેઓ પોતાની આગવી સૂઝથી ન કલ્પેલો એવો સરસ ઉકેલ બતાવતા કે જે બંને પક્ષને સહર્ષ મંજૂર હોય.
અમૃતલાલ બાપાના વડવાઓ રાજસ્થાનમાં ઓશિયાંથી કચ્છમાં થઈ ગુજરાતમાં આવેલા. વિશા ઓશવાળ એમની જ્ઞાતિ. વહાણવટી શિકોતરી માતા તે કુળદેવી. એમની પેઢી આ રીતે ગણાવાય છેઃ અમૃતલાલવનમાળીદાસ-સાકરચંદ-ભાઈચંદ-વસંતચંદ-લક્ષ્મીચંદ-જસાજી. અમૃતલાલ બાપાને ચાર દીકરા–સોમાલાલ, ચીમનલાલ, જમનાદાસ અને નગીનદાસ અને દીકરી ચંપાબહેન. એ પાંચે તથા એમનાં સંતાનો મળીને પચાસેક સભ્યોનું કુટુંબ થયું હતું. બધાં એમને ‘બાપા’ કહીને સંબોધતાં.
મારા પિતાશ્રીનાં માતુશ્રી એટલે કે મારાં દાદીમાનું નામ અમથીબહેન હતું. તેઓ પાદરા પાસે ડભાસા ગામનાં વતની હતાં. તેઓ જાજ્વલ્યમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org