________________
ફાધર બાલાશેર
૨૮૩ આ ઘટના પછી ફાધર બાલાગેર સાથે મારી આત્મીયતા વધી ગઈ. તેમાં પણ તેઓ વારંવાર એન.સી.સી.ની પરેડ જોવા આવતા અને એન.સી.સી.ના કેમ્પમાં પણ આવતા. એથી પણ આત્મીયતામાં ઉમેરો થતો રહ્યો હતો.
- ઝેવિયર્સ કૉલેજમાં એન.સી.સી.ના અમારા કેડેટોની કંપની તે “બી” કંપની હતી. એ. બી.સી. અને ડી. એ ચાર કંપનીના બેટેલિયનના વાર્ષિક કૅમ્પમાં સ્પર્ધાઓ થતી અને તેમાં શ્રેષ્ઠ કંપનીની ટ્રોફી અમારી “બી” કંપનીને મળતી. તેમાં ફાધર બાલાગેરનું પ્રોત્સાહન ઘણું રહેલું. એન.સી.સી.માં હું ત્યારે લેફટનન્ટ હતો. ફાધર બાલાગેર અમારા એન.સી.સી. કૅમ્પની દર વર્ષે મુલાકાત લેતા અને બે દિવસ રોકાતા. સામાન્ય રીતે અન્ય કૉલેજના પ્રિન્સિપાલો જવલ્લે જ કેમ્પની મુલાકાત લેતા. ફાધર વાર્ષિક સ્પર્ધાઓના આગલે દિવસે આવી જતા. કૉલેજના બધા કેડેટોને અમે એકત્ર કરતા અને ફાધર તેઓને ઉભોધન કરતા. બીજાને જશ આપવાની ફાધરની નીતિ રહેતી. તેઓ અમારા કંપની કમાન્ડરની અને ઑફિસરોની ભારે પ્રશંસા કરતા. કેટડો ઉત્સાહી થઈ જતા અને પરેડ તથા બીજાં બધાં કામ ચીવટ અને ખંતપૂર્વક કરતા. અમને ઑફિસરોને ખાતરી થઈ ગઈ હતી કે ફાધરના આવવાથી જરૂર ફરક પડે જ છે.
એક વખત અમારો વાર્ષિક કેમ્પ દેવલાલીમાં હતો. ફાધર એ કૅમ્પમાં આવવાના હતા. પરંતુ એમને બહારગામથી મુંબઈ પાછા આવતાં મોડું થઈ ગયું અને મુંબઈથી દેવલાલીની સવારની ટ્રેન તો નીકળી ગઈ. એ દિવસોમાં ટ્રેન ઓછી હતી. તેમાં પણ દેવલાલી સ્ટેશને ઊભી રહેનારી ટ્રેન તો એથી પણ ઓછી હતી. હવે કરવું શું? ફાધર વિમાસણમાં પડી ગયા. મુંબઈથી દેવલાલી સુધીનો મોટરકારનો રસ્તો ઘણો જ ખરાબ હતો. છથી આઠ કલાકે મોટરકાર પહોચે. પણ મોટરકારની વ્યવસ્થા તરત થઈ શકે એમ નહોતી. કૉલેજના ઑફિસમાં કામ કરતા બ્રધર સાબાતે મોટરસાઈકલ ચલાવતા. ફાધર બાલાગેરે તેમને પૂછી જોયું કે મોટરસાઇકલ પર તેઓ તેમને દેવલાલી લઈ જઈ શકે કે કેમ ? બ્રધરે કહ્યું કે રસ્તો ઘણો હાડમારીવાળો અને થકવનારો છે, છતાં ફાધરની આજ્ઞા થાય તો પોતે તેમને લઈ જવા તૈયાર છે. ફાધરને પાછળની સીટ પર બ્રધરના ખભા પકડીને બેસવાનું હતું. ફાધરે હિંમત કરી અને બ્રધરને કહ્યું કે પોતે દેવલાલી જવા તૈયાર છે. મોટરસાઈકલ પર આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org