SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવાસોનો એ સમયથી પ્રારંભ થયો એની પાછળ મુરબ્બી રમણભાઈનો સભાવ કારણભૂત હતો. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં રમણભાઈ સ્વયં જૈનદર્શનના જુદા જુદા વિષય પર પ્રવચન આપતા હતા. એમનું આ પ્રવચન એ જૈન ધર્મના જુદા જુદા સિદ્ધાંતોને આધારિત રહેતું અને એક સાત્ત્વિક, સઘન અને જૈનદર્શનના ગહનમાં ગહન સિદ્ધાંતને તેઓ વિશાળ જનમેદનીને અત્યંત સરળ રીતે સમજાવતા હતા. એમનાં આ પ્રવચનો એ જૈનતત્ત્વજ્ઞાનની મોટી મૂડી છે. ધર્મની ભાવનાનું માત્ર પ્રવચનમાં પૂર્ણવિરામ આવી જતું નથી. અહિંસાની ભાવના સાથે કરુણાની સક્રિયતાનો સુમેળ થવો જોઈએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળા સમયે કોઈ સેવાભાવી, સામાજિક સંસ્થાને માટે દાન એકત્રિત કરવામાં આવતું. અત્યાર સુધીમાં ૨૧ જેટલી સામાજિક સંસ્થાઓને અઢી કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે. કોઈ પણ સંસ્થાને દાન આપવાનું નક્કી કરતાં પહેલાં એના વિશે પૂરતી તપાસ કરતા. કોઈ મહાનગર કે નગરની સંસ્થાની પસંદગી કરવાને બદલે કોઈ દૂરનાં ગામડાંમાં આવેલી અને આર્થિક જરૂરિયાત ધરાવતી સંસ્થાને પસંદ કરતા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કારોબારીના સભ્યો સાથે એ સંસ્થાની મુલાકાતે જતા. પછી સહુને અભિપ્રાય પૂછતા. એમાંથી એક વ્યક્તિ પણ નામરજી બતાવે, તો એ અંગે વિચાર થોભાવી દેતા. સહુની સંમતિ હોય તો જ આગળ વધતા અને પછી રમણભાઈ મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો સાથે એ સંસ્થામાં જઈને દાન આપતા. જૈન સમાજમાં આવી પર્યુષણ વ્યાખ્યાનમાળાની સાથે માનવકરુણાનું સુંદર ઉમેરણ કરવાનું કામ રમણભાઈએ કર્યું. એમણે ગુજરાતી સાહિત્ય પરિષદને પણ શ્રી હેમચંદ્રાચાર્ય સ્વાધ્યાયપીઠ માટે પર્યુષણ વ્યાખ્યાનમાળા સમયે પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું હતું પરંતુ એ પછી એ સ્વાધ્યાયપીઠની કામગીરી અંગે તેઓ ક્યારેક અસંતોષ પણ વ્યક્ત કરતા હતા. આજે જૈનદર્શન વિશે અનેક વિદ્વાનો, પંડિતો અને નિષ્ણાતો વિદેશમાં પ્રવચન આપવા જાય છે પરંતુ રમણભાઈએ છેક ૧૯૭૪માં ભગવાન મહાવીરના ૨૫OOમા જન્મકલ્યાણક વર્ષે પૂર્વ આફ્રિકાનો બે મહિનાનો પ્રવાસ ખેડ્યો હતો. આ સમયે શ્રી ચીમનલાલ ચકુભાઈને આ માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ તેઓ જઈ શકે તેમ નહોતા, તેથી તેમણે રમણભાઈને જવાનું કહ્યું. એ જ રીતે ૧૯૭૭માં શ્રી દેવચંદભાઈ ચંદરયાના સૂચનથી લંડનના પ્રવાસે ગયા. એ પછી એમણે ઇંગ્લેન્ડ, અમેરિકા અને યુરોપમાં પણ પ્રવચનો આપ્યાં. ૧૯૭૭ની એક ઘટનાનું પણ સ્મરણ થાય છે. એ સમયે લંડનમાં એક યુવાન -૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy