________________
૪૩૨
વંદનીય હૃદયસ્પર્શ અને સૂરત જિલ્લામાં ઘણું ફરવાનું થયું હતું. અમે ઠાસરા, બોરસદ, વડવા, વડતાલ, બોચાસણ, ધોળકા, વેડછી, નારેશ્વર, સરભોણ, સાગતાળા, ધોળી ડુંગરી, રાજપીપળા, ઝઘડિયા, મંગલભારતી, બાંધણી, કપડવંજ, માતર, ગોધરા, દાહોદ, દેવગઢ બારિયા, બોડેલી વગેરે સ્થળોએ દોશીકાકાની આંખની હોસ્પિટલ દ્વારા નેત્રયજ્ઞનું આયોજન કર્યું હતું. કેટલેક સ્થળે એક કરતાં વધારે વાર નેત્રયજ્ઞો યોજાયા હતા. દરેક નેત્રયજ્ઞનો જુદો જ અનુભવ થતો. વળી કાકાની સાથે સતત પ્રવાસ દરમિયાન કાકાના વિવિધ અનુભવોની વાત નીકળે. કોઈ વાર ગાંધીજી, કોઈ વાર રવિશંકર દાદાની, કોઈ વાર ગંગાબાની પ્રેરક વાતો જાણવા મળે. કોઈ વાર નજીકમાં કોઈ જોવા જેવી સંસ્થા હોય તે બતાવે. કોઈ વાર નજીકમાં હોય એવાં કબીર વડ, માલસર, અંગારેશ્વર, મનન આશ્રમ, બહાઈ મંદિર, નારેશ્વર, ગરૂડેશ્વર, નર્મદા ડેમ, વણાકબોરી ડેમ, અગાસ આશ્રમ, વડવા, બાંધણી, વેડછીનો આશ્રમ, બાજુમાં શબરીશળા, વાત્સલ્યધામ, પાવાગઢ વગેરે અમને બતાવ્યાં હતાં.
કાકાને ખેડા (આણંદ સહિત) જિલ્લામાં અને પંચમહાલ જિલ્લામાં ગામેગામ કેટલાય કાર્યકરો ઓળખે. કાકાની સરળ, નિરભિમાની, પ્રામાણિક, સેવાભાવી પ્રકૃતિને કારણે કાકાનું કામ સૌ કોઈ કરવા તૈયાર. આથી જ કાકા ગામેગામ નેત્રયજ્ઞોનું આયોજન કરે ત્યારે બધા સ્થાનિક કાર્યકર્તાઓની ટીમ વ્યવસ્થાની બધી જવાબદારી ઉપાડી લે. પ્રત્યેક અઠવાડિયે કાકાના નેત્રયજ્ઞો ચાલતા જ હોય. ચિખોદરા હૉસ્પિટલનો સ્ટાફ ખાટલા, ગાદલાં, અનાજ, ઑપરેશન થિયેટરની સામગ્રી, ચશ્માં-વગેરે માટે દરેકને સોંપવામાં આવેલી જવાબદારી તેઓ બરાબર સંભાળે. સ્ટાફ પણ અત્યંત વિનયી. ક્યારેક કોઈ પ્રશ્ન ઊભો થયો હોય તો છેવટનો નિર્ણય કકાનો રહેતો.
દોશીકાકા સાથેના અમારા અનુભવના કેટલાક પ્રસંગો વર્ણવતાં પહેલાં દોશીકાકાના જીવનની અહીં ટૂંકી રૂપરેખા આપી છે. શ્રી આર. કે. દેસાઈએ કર્મયોગી શ્રી રમણીકભાઈ દોશી નામની પુસ્તિકા લખી છે જેમાં દોશીકાકાના જીવનની વિસ્તૃત રૂપરેખા આપી છે.
દોશીકાકાનો જન્મ ઈ.સ. ૧૯૧૬ની બીજી સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં થયો હતો. એમના પિતાશ્રી સ્વ. રામજીભાઈ દોશી રાજકોટ રાજયના દીવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org