________________
વંદનીય હૃદયસ્પર્શ ૧૩ના દિવસે (૩-૧૨-૧૯૨૬) થયેલો. આ વખતે બા પિયર ગયા નહિ, એટલે મારો જન્મ પાદરામાં થયો હતો. એ દિવસોમાં અમારા ગાયકવાડી રાજયમાં એવો નિયમ હતો કે દર વર્ષે તાલુકાના મુખ્ય ગામમાં તાલુકાનાં બાળકો માટે તંદુરસ્તીની સ્પર્ધા યોજવામાં આવતી. અમારું પાદરા તાલુકાનું મુખ્ય ગામ હતું. એટલે પાદરામાં રામજી મંદિરમાં સ્પર્ધા થતી. આ સ્પર્ધા એક વરસની અંદરનાં બાળકોની તંદુરસ્તીની હતી. બાળકનું વજન કરવામાં આવે, ઊંચાઈ માપવામાં આવે, છાતીનું માપ લેવાય. હાથ, પગ, આંખ, નાક કાન વગેરે તપાસવામાં આવે અને એ બધામાં સૌથી વધુ માર્ક્સ મેળવનાર ત્રણ બાળકોને ઇનામ આપવામાં આવે. બા-બાપુજી આ પ્રસંગે મને સરસ કપડાં પહેરાવીને લઈ ગયાં હતાં. એ માટે તાલુકામાંથી લગભગ સવાસો બાળકોને સ્પર્ધા માટે એમનાં માતાપિતા લાવ્યા હતાં. આ સ્પર્ધામાં ડંકો વગાડીને જાહેર થયેલાં ઇનામોમાં મારો પહેલો નંબર આવ્યો હતો. આ પરિણામ જાણીને બા-બાપુજીને, દાદા-દાદીને તથા સમગ્ર કુટુંબને બહુ આનંદ થયો હતો અને દાદાએ અમારી જ્ઞાતિમાં પેંડા વહેંચ્યા હતા. બા-બાપુજી આ પ્રસંગ હમેશાં યાદ કરીને રાજી થતાં.
બા સાથેના મારા પ્રસંગોમાં સૌથી પહેલો હજી પણ સ્મરણમાં છે. બા મને તેડીને ફળિયામાં સામેના ઘરે રહેતા ગોરધનકાકા અને કાકીને ઘરે ગયાં હતાં. બા અને કાકી સામસામી પાટ ઉપર બેસીને કંઈક સીવતાં હતાં. હું બાના ખોળામાં સૂતો હતો અને બા શું સાંધે છે તે જોતો હતો. વળી દીવાલો ઉપર ટાંગેલા ફોટા જોતો હતો. તે વખતે કાકી બોલ્યાં, “આ છોકરો ટગર ટગર શું જોયા કરે છે ?' બાએ કહ્યું, “જાણે બધું સમજતો હોય તેમ ઊંચો થઈ થઈને ચારેબાજુ જોવાની એને ટેવ છે.' (આમાં શબ્દો કદાચ જુદા હશે પણ એનો ભાવ બરાબર એ છે.)
હું ચાલતાં અને બોલતાં પ્રમાણમાં વહેલું શીખ્યો હતો. બાને “રેવા'ને બદલે “ડીઆ' કહેતો. એટલે બા કેટલીક વાર ટોકતાં “ડઉઆ, ડઉવા શું કરે છે? “રેવા' બોલ... મને દાંત વહેલા આવ્યા હતા અને ખાતાં જલદી શીખ્યો હતો.
નાના બાળકની શૌચક્રિયા માટે લાક્ષણિક રીત હતી. દરેક ઘરે ઓટલા રહેતા. મા ઓટલા ઉપર પાટલો નાખીને બેસે. પછી બંને પગની સામસામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org