________________
અહિંસા.
( ૯ )
અહિંસા એ મોટો ધર્મ છે, અહિંસા એ ઉત્કૃષ્ટ ઈદ્રિયદમન છે, અહિંસા એ મોટું દાન છે, અને અહિંસા એ માટે તપ છે. ૧૭.
अहिंसा परमो यज्ञ-स्तथाऽहिंसा परं फलम् । अहिंसा परमं मित्र-महिंसा परमं सुखम् ॥ १८ ॥
महाभारत, अनुशासन पर्व, अ० ११६, श्लोक ३८. અહિંસા પરમ યજ્ઞ છે, અહિંસા ઉત્કૃષ્ટ ફળ છે, અહિંસા મહાન્ મિત્ર છે અને અહિંસા એ પરમ સુખ છે. ૧૮.
सर्वयज्ञेषु वा दानं, सर्वतीर्थेषु वाऽऽप्लुतम् । सर्वदानफलं वापि, नैतत् तुल्यमहिंसया ॥ १९ ॥
महाभारत, अनुशासन पर्व, अ० ११६, श्लोक ३१. સર્વ યજ્ઞમાં દાન, બધાય તીર્થોનું જ્ઞાન અને સઘળા દાનનું જે ફળ છે તે પણ અહિંસાની બરાબર થઈ શકતું નથી. ૧૯.
अहिंस्रस्य तपोऽक्षय्य-महिंस्रो यजते सदा । अहिंस्रः सर्वभूतानां, यथा माता यथा पिता ॥ २० ॥
महाभारत, अनुशासन पर्व, अ० ११६, श्लोक ४०. હિંસા નહિં કરનારની તપસ્યા અવિનાશી છે, અહિંસક હમેશાં યજ્ઞ કરનાર છે, અને અહિંસક મનુષ્ય સર્વ પ્રાણીઓને માત-પિતા છે. અર્થાત દયાળુ મનુષ્યને તપસ્યાનું અવિનાશી ફળ મળે છે, યજ્ઞ ન કરવા છતાં યજ્ઞ કર્યાનું ફળ મળે છે અને માત–પિતાની જેમ સર્વ પ્રાણિઓને પાલનહાર-ઉપકારી છે. ૨૦.