________________
शास.
(८३)
विदेशेषु धनं विद्या, व्यसनेषु धनं मतिः । परलोके धनं धर्मः, शीलं सर्वत्र वै धनम् ॥ ६ ॥
क्षेमेन्द्र कवि. પરદેશમાં વિદ્યા જ ધનરૂપ છે, કષ્ટમાં બુદ્ધિ જ ધનરૂપ છે, પરકમાં ધર્મ જ ધનરૂપ છે, અને જે એક શીલ જ હોય તે તે સર્વ ઠેકાણે ધનરૂપ છે. ૬. शासनां -
शीलेन रक्षितो जन्तुर्न केनाप्यभिभूयते । महादप्रविष्टस्य, किं करोति दवानलः १ ॥७॥
धर्मक०, (दे० ला०) पृ० ७९, श्लो० ६. શીલવડે રક્ષણ કરાયેલ પ્રાણ કેઈથી પણ પરાભવ પામતો નથી. જળના મોટા દ્રહમાં પેઠેલા પ્રાણીને દાવાનળ શું કરી શકે ? કાંઈ પણ કરી શકે નહિ. ૭.
ज्ञानादिसर्वधर्माणां, जीवितं शीलमेव ये। रक्षन्ति प्राणिनस्तेषां, कीर्तिौति न विष्टपे ॥८॥
उपदेश प्रा०, भा० १, (प्र० स०) पृ० १८६. જ્ઞાનાદિક સર્વ ધર્મોનું જીવિત શીલ જ છે, તેનું-શીલનું જે પ્રાણીઓ રક્ષણ કરે છે, તેમની કીર્તિ જગતમાં માતી નથી. ૮.
अमराः किंकरायन्ते, सिद्धयः सहसङ्गताः । समीपस्थायिनी संपच्छीलालङ्कारशालिनाम् ॥९॥
उपदेश प्रा०, भा० १, (प्र० स० ) पृ० १८८..