________________
શીલ.
( ૮૭ )
ચેથા વ્રતને--બ્રહ્મચર્યવ્રતનો ભંગ થવાથી બાકીના સર્વ વતને લીલાવડે જ ભંગ થાય છે. એમ (પૂર્વાચાર્યોએ ) કહ્યું છે. તેથી કુશીળપણાને ત્યાગ કર. ૧૫. दत्तस्तेन जगत्यकीर्तिपटहो गोत्रे मषीकूर्चकः, .
चारित्रस्य जलाञ्जलिर्गुणगणारामस्य दावानलः । सड़केतः सकलापदां शिवपुरद्वारे कपाटो दृढः शीलं येन निजं विलुप्तमखिलं त्रैलोक्यचिन्तामणिः॥१६॥
સિજૂર કર૦, ગો. ૨૭. જેણે ત્રણ લોકમાં ચિંતામણિ રત્ન સમાન પોતાનું સમગ્ર શીલ લેખ્યું છે, તેણે જગતમાં પિતાની અકીર્તિને-અપયશને પડતું વગડાવ્યું છે, પોતાના ગોત્રમાં મેશને-કાજળને કુચડા દીધો છે, ચારિત્રને જલાંજલિ દીધી છે, ગુણના સમૂહરૂપ ઉદ્યાનમાં દાવાનળ આપે છે, સમગ્ર આપદાઓને આવવાને સંકેત આપ્યો છે, અને મોક્ષનગરના દ્વારમાં દઢ ભેગળ દીધું છે. ૧૬.