________________
(૩૪૮ ).
સુભાષિત-પદ્યરનાકર.
विनश्वरमिदं वपुर्युवतिमानसं चञ्चलं,
भुजङ्गकुटिलो विधिः पवनगत्वरं जीवितम् । अपायबहुलं धनं बत परिप्लवं यौवनं, तथाऽपि न जना भवव्यसनसंततेर्बिभ्यति ॥३३॥
ગુમાવતરત્નસંતો, ૦ ૨૬, આ શરીર વિનશ્વર (ક્ષણમાં નાશ પામે તેવું) છે, સ્ત્રીનું મન ચપળ છે, વિધાતા સર્પ જે કુટિલ છે (ક્ષણમાં સંપત્તિ અને ક્ષણમાં વિપત્તિ કરે તેવો છે), જીવિત વાયુની જેવું શીધ્ર જવાવાળું છે, ધન મેળવવામાં, વાપરવામાં અને રક્ષણ કરવામાં ઘણું કષ્ટ છે, અને યુવાવસ્થા પણ ચપળ છેઠેકડો મારીને ચાલી જાય તેવી છે. તે પણ માણસો સંસા૨ના દુ:ખની પરંપરાથી ભય પામતા નથી એ આશ્ચર્ય છે. ૩૩. न किं तरललोचना समदकामिनी वल्लभा,
विभूतिरपि भूभुजां धवलचामरच्छत्रभृत् । मरुञ्चलितदीपवजगदिदं विलोक्यास्थिरं, परंतु सकलं जनाः कृतधियो वनान्ते गताः॥३४॥
સુમપિતરત્નસંતો, શો ૨૬૬. શું ચપળ નેત્રવાળી અને મદવાળી સ્ત્રી વહાલી લાગતી નથી? વહાલી લાગે જ છે. તથા વેત ચામર અને છત્રને ધારણ કરનારી રાજાની સમૃદ્ધિ પણ શું વહાલી લાગતી નથી? વહાલી લાગે જ છે. પરંતુ આ સમગ્ર જગત વાયુથી ચપળ થયેલા દીવાની જેમ અસ્થિર છે એમ જોઈને_જાણીને પંડિત પુરૂષ વનમાં ગયા છે-વનવાસ કરી લેગી થયા છે. ૩૪.