________________
( ૩૮૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
જેમ પિત્તજ્વરે કરીને સહિત એવા મનુષ્યને સાકરયુક્ત દૂધ કડવું લાગે છે, તેમ વિપરીત–મિથ્યાત્વષ્ટિવાળા પ્રાણીને સત્ય તત્વ વિપરીતપણે ભાસે છે. ૧૧.
विचित्रवर्णांचितचित्रमुत्तमं,
यथा गताक्षो न जनो विलोकते । प्रदश्यमानं न तथा प्रपद्यते,
कुदृष्टिजीवो जिननाथशासनम् ॥ १२ ॥ सुभाषितरत्नसंदोह, श्लो० १४५.
જેવી રીતે આંખ વગરના માણસ, વિચિત્ર પ્રકારના રંગથી રંગાયેલુ' એવું ઉત્તમ પ્રકારનું ચિત્ર જોઈ શકતા નથી તેવી રીતે મિાદષ્ટિ જીવ, જિનેશ્વર ભગવાનના શાસનને, બતાવવા છતાં પણ, સ્વીકારતા નથી. ૧૨.
कथं न रमते चित्तं धर्मेऽनेकसुखप्रदे ? | નીવાનાં દુરવમીળાં, પ્રાયો મિથ્યાર્દેશો યતઃ ॥ ૨॥ તત્વામૃત, જો૦ ૧૬.
દુ:ખથી ડરતા એવા જીવાનુ ચિત્ત, અનેક સુખને આપવાવાળા એવા ધર્મને વિષે કેમ નથી રમતું ? કારણ કે લગભગ એવા પ્રાણીઓ મિથ્યાદષ્ટિ હૈાય છે. (મિથ્યાદષ્ટિ જીવને ધર્મ પ્રત્યે રૂચિ નથી થતી.) ૧૩.
ददाति दुखं बहुधाति दुःसहं,
तनोति पापोपचयोन्मुखां मतिम् ।