________________
( ૮ )
સુભાષિત–પદ્ય—રત્નાકર.
આત્મા નામની કોઈ વસ્તુ નથી, આત્મા નિત્ય નથી, આત્મા ર્તા નથી, આત્મા લેાક્તા નથી, આત્મા મધ વિગેરેથી વેગળા થયેલા નથી અને એ આત્માના ( મેાક્ષના ) ઉપાય નથી: એ પ્રમાણેના છ પદો (છ વાકયેા ) મિથ્યાત્વના સમજવા ( એટલે કે મિથ્યાત્વીને આવી ભાવના થાય છે ). ૬. મિથ્યાત્વની પ્રબળતાઃ—
ददातु दानं बहुधा चतुर्विधं, करोतु पूजामतिभक्तितोऽर्हताम् । दधातु शीलं तनुतामभोजनं,
तथाऽपि मिथ्यात्ववशो न सिद्ध्यति ॥ ७ ॥ सुभाषितरत्नसंदोह, श्लो० १४३.
d
મિથ્યાત્વને આધીન થયેલેા જીવ, ભલે અનેક પ્રકારે ચારે પ્રકારનુ દાન આપતા હાય, અરિહ ંત ભગવાનની ખૂબ પૂજા કરતા હાય, બ્રહ્મચર્ય ને ધારણ કરતા હાય, કે ઉપવાસ કરતા હાય, તેા પણ તેની સિદ્ધિ થઈ શક્તી નથી. ૭.
करोति दोषं न तमत्र केसरी, न दंदशूको न करी न भूमिपः । अतीव रुष्टो न च शत्रुरुद्धतो यमुग्रमिध्यात्वरिपुः शरीरिणाम् |८| सुभाषितरत्नसंदोह, लो० १४१.
મિથ્યાત્વરૂપી પ્રચંડ શત્રુ, પ્રાણીઓનુ જેવા પ્રકારનુ નુકસાન કરે છે તેવા પ્રકારનું નુકસાન કેસરીસિંહ, ફણીધર નાગ, હાથી, રાજા કે અત્યંત કાપાયમાન થયેલા અને ઉદ્ધત એવા શત્રુ પણ નથી કરતા. ૮.