________________
(૩૫૦)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
તેટલે સ્ત્રીને વિષે કર્યો. તે હવે આજ મૃત્યુ નજીક આવ્યું છે તેથી પરાધીન થયેલો હું સત્પાત્રને વિષે શું કરું? વિન, વિદ્યા અને વિનય કાંઈ પણ મારી પાસે નહિં હોવાથી સત્પાત્રને આપી શકું એવું કાંઈ પણ મારી પાસે નથી. ૩૬. येनेह क्षणभङ्गुरेण वपुषा क्लिोन सर्वात्मना, सव्यापारनियोजितेन परमं निर्वाणमप्याप्यते । प्रीतिस्तेन हहा सखे प्रियतमावक्वेन्दुरागोद्भवा, क्रीता स्वल्पसुखाय मूढमनसा कोव्या मया काकिणी॥३७॥
વૈરાગ્યરત (પાનંદ), ડો. ૪૨. હે મિત્ર ! ક્ષણમાં નાશ પામનારા અને સર્વ પ્રકારે મલિન એવા શરીરને, જે સારા વ્યાપારમાં જોયું હોય, તો તેનાથી મક્ષપદ પણ મેળવાય છે, તે શરીરવડે મેં પ્રિયાના મુખરૂપી ચંદ્રની લાલીથી ઉત્પન્ન થયેલી પ્રીતિ જ મેળવી, તેથી ખેદની વાત છે કે-મૂઢ મનવાળા મેં થોડા સુખને માટે એક કરોડ દ્રવ્યવડે કાકિણ, કેડી ખરીદ કરી છે–ખરીદ કર્યા જેવું કર્યું છે. 3છે.
अहन्यहनि भूतानि, गच्छन्ति यममन्दिरम् । રોણા નીતિમિચ્છત્તિ, વિરમગાશીમત પણ? | ૨૮.
મહામાત, શાંતિપર્વ, બ૦ ૨, ૨૨. દિવસે દિવસે (હમેશાં) પ્રાણીઓ યમરાજના મંદિરમાં જાય છે (આ વાત સર્વ જન પ્રસિદ્ધ છે ) છતાં બાકી રહેલા પ્રાણીઓ જીવવાને ઈચ્છે છે. તે આથી બીજું શું આશ્ચર્ય ? મોટું આ જ આશ્ચર્ય છે. (અન્યથા જે જીવવાને ન ઈચ્છતા હોય તે આત્મહિત કરવામાં જ તત્પર થવા જોઈએ.) ૩૮.