________________
(૩૫૮). સુભાષિત-પદ્ય-રત્નાકર.
હરણે (સંગીત) સાંભળવાની ઈચ્છાથી મરણ પામે છે, ભમરા સુગંધની ઈચ્છાથી મરણ પામે છે, હાથીઓ સ્પર્શ સુખની ઈચ્છાથી મરણ પામે છે, પતંગીયા તેજની ઈચ્છાથી મરણ પામે છે અને માછલાઓ સ્વાદની ઈચ્છાથી મરણ પામે છે. આ પ્રમાણે ઇંદ્રિયોના સુખની ઈચ્છાથી મરણ પામતા જીવોને જોઈને, ડાહ્યો માણસ, પિતાની ઈચ્છાપ્તિ માટે અત્યંત ઉત્સુક હોવા છતાં, સારા માર્ગવાળી પ્રવૃત્તિરૂપી જંગલના સમૂહને તોડી પાડવામાં ઉદ્દામ હાથી સમાન એવા, ઇદ્રિના સમૂહને પોતાને આધીન કરે છે. ૮.
सपन्नेष्वपि भोगेषु, महतां नास्ति गृध्नुता । अन्येषां गृद्धिरेवास्ति, शमस्तु न कदाचन ।। ९॥
તરવામૃત, ૦ ૨૨૬. મેટા પુરૂષોને, ભેગો પાસે હોવા છતાં તેમાં આસક્તિ થતી નથી. જ્યારે બીજા-હલકા-મનુષ્યને હમેંશા લાલચ રહ્યા જ કરે છે અને તેથી કદી પણ તેમને શાંતિ થતી નથી. ૯. ઇંદ્રિયભેગઃ ઝેર–
वरं हालाहलं भुक्तं, विषं तद्भवनाशनम् । न तु भोगविषं भुक्तमनन्तभवदुःखदम् ॥ १० ॥
तत्त्वामृत, श्लो० ७७. એ એક જ ભવને નાશ કરવાવાળું એવું હળાહળ ઝેર ખાવું સારું છે, પરંતુ અનંત ભવમાં દુ:ખને આપવાવાળું એવું ગરૂપી ઝેર ખાવું સારું નથી. ૧૦.