________________
(૧૪૨ ). સુભાષિત-પદ્ય-રત્નાકર
દારૂના રસમાં એ રસના જેવા જ ઘણું ઘણા ઝીણા જીવે ઉત્પન્ન થાય છે. (અને તેથી જે) દારૂના રસમાં લુબ્ધ થયેલ માણસ તેને પીવે છે તે આ લોક અને પરલોકમાં દુ:ખ પામે છે. (કારણ કે તેમ કરવાથી અનંત જીવોની હિંસા થાય છે.) ૨૮. દારૂનો ત્યાગ:प्रचुरदोषकरी मदिरामिति, द्वितयजन्मविवाधविचक्षणाम् । निखिलतत्त्वविवेचकमानसाः, परिहरन्ति सदा गुणिनो जनाः॥२९॥॥
सुभापितरत्नसंदोह श्लो० ५२२ આ પ્રમાણે–ઘણા દેષને કરવાવાળી અને બન્ને જન્મમાં દુઃખ આપવામાં કુશળ એવી મદિરાને, બધા તત્વોનું વિવેચન કરવાની મનોવૃત્તિવાળા ગુણવાળા પુરૂષો હમેશાં ત્યાગ કરે છે. ર૯. દારૂ ત્યાગ કરવાનું ફળઃ
यस्तु सुप्ते हपीकेशे, मद्यमांसानि वर्जयेत् । मासे मासेऽश्वमेधेन, स यजेच्च शतं समाः ॥३०॥
યોગવાસિષ્ઠ, પૂર્વાર્ધ મહો, ર૦૧ જે મનુષ્ય વિષ્ણુ શયન કરે ત્યારે (અથાત્ ચાતુર્માસમાં) મઘ માંસને વજે છે, તે મનુષ્ય સો વર્ષ સુધી મહિને મહિને અશ્વમેધ યજ્ઞ કરે તેટલું ફળ પામે છે. ૩૦.