________________
( ૨૬૦ )
સુભાષિત-પ-રત્નાકર
मनोभूषा मैत्री मधुसमयभूषा मनसिजः, सदोभूषा सूक्तिः सकलगुणभूषा च विनयः ॥२॥
___वचनामृतशास्त्रनीति, श्लो० ५८. આકાશનું ભૂષણ સૂર્ય છે, કમળના વનનુ ભૂષણ ભમરે છે, વચનનું ભૂષણ સત્ય છે, ઉત્તમ વૈભવનું-ધનનું-ભૂષણ દાન છે, મનનું ભૂષણ મૈત્રી એટલે સર્વ પ્રાણુઓ ઉપર મૈત્રીભાવ રાખે તે છે, વસંત ઋતુનું ભૂષણ કામદેવ છે, સભાનું ભૂષણ સારી નીતિયુક્ત વાણી છે, અને સમગ્ર ગુણેનું ભૂષણ વિનય છે. ૨.
न तथा सुमहाधैरपि, वस्त्राभरणैरलतो भाति । श्रुतशीलमूलनिकषो विनीतविनयो यथा भाति ॥३॥
શ્રત અને શીળની મુખ્ય કસોટીરૂપ વિનયવડે નમ્ર થયેલ પુરૂષ જે શોભે છે, તે મહા મૂલ્યવાળા વસ્ત્ર અને આભરણેથી વિભૂષિત થયેલે પુરૂષ શોભતો નથી. ૩. વિનયને ઉપાય – विनयायत्ताश्च गुणाः सर्वे, विनयश्च मार्दवायत्तः । यस्मिन्मार्दवमखिलं, स सर्वगुणमाकत्वमामोति ॥४॥
વરામતિ, મો. ૨૬૬. સર્વે ગુણે વિનયને આધીન છે, અને વિનય મૃદુતાને આધીન છે, અને જેમાં સંપૂર્ણ મૃદુતા વસી છે તે સર્વગુણસંપન્ન થાય છે. (એટલે કે વિનય મેળવવાને ઉપાય મૃદુતા-નરસતા-છે) ૪.