________________
( ૩૩૮ )
સુભાષિત-પરત્નાકર.
यो नाप्तस्तव भूरिजन्ममरणैस्तत्किं न तेऽद्यापि हि, निर्वेदो हृदि विद्यते यदनिशं पापक्रियायां रतिः ॥९॥
वैराग्यशतक ( पद्मानंद ), श्लो० ४५. હે જીવ! આ સંસારરૂપી વનમાં ઘણું વિચિત્ર ગતિઓ છે. તેમાં આ રીતે સર્વથા ભ્રમણ કરવાવડે જગતમાં તે કઈ પણ પ્રદેશ નથી કે જે પ્રદેશ, ઘણું જન્મ અને મરાવડે, તે પ્રાપ્ત કર્યો ન હોય. અર્થાત્ જગતના સર્વ પ્રદેશમાં તેં ઘણાં જન્મ મરણો કર્યા છે. છતાં હજુ સુધી તારા હૃદયમાં નિર્વેદ (વૈરાગ્ય) આવતો નથી, અને નિરંતર પાપની ક્રિયામાંજ તને પ્રીતિ થાય છે એ ખેદની વાત છે. ૯. त्यजत युवतिसौख्यं क्षान्तिसौख्यं श्रयध्वं,
विरमत भवमार्गान्मुक्तिमार्गे रमध्वम् । जहित विषयसङ्ग ज्ञानसङ्गं कुरुध्वं, अमितगतिनिवासं येन नित्यं लभध्वम् ॥ १० ॥
સુમતિ નરોદ, ઝરો૨૧. હે ભવ્ય છે ! સ્ત્રીઓના સુખનો ત્યાગ કરે, ક્ષમાથી થતા સુખને આશ્રય કરે, સંસારના માર્ગથી વિરામ પામે, મોક્ષના માર્ગમાં આનંદ પામે, વિષયેના સંગનો ત્યાગ કરે, અને જ્ઞાનને સંગ કરો, કે જેથી અમિત (કેઈની ઉપમા ન આપી શકાય તેવી) ગતિ(મુક્તિ )ને વિષ નિરંતર નિવાસને તમે પામી શકે. ( અહીં અમિતગતિ શબ્દવડે કરીને કર્તાએ પિતાનું નામ પણ જણાવ્યું છે. ) ૧૦.