________________
(૨૯૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
nominen
તત્પર થયેલા મન વડે સ્મશાનમાં રાત્રિએ નિર્ગમન કરી, તે પણ મને એક કાણું કડી પણ પ્રાપ્ત થઈ નહીં. તે હે તૃષ્ણા ! હવે તે તું મને મૂકી દે. ૨.
को वा वित्तं समादाय, परलोकं गतः पुमान् । येन तृष्णाग्निसंतप्तः, कर्म बध्नाति दारुणम् ॥ ३॥
તવામૃત, કો૨૪૦. ભલા યે એવો માણસ છે કે જે ધનને સાથે લઈને પરલોકમાં ગયો ? કે જેથી તૃષ્ણારૂપી અગ્નિથી સંતત થયેલે એવો તે ભયંકર એવા કર્મને બાંધે છે. ૩. स्वभावलाभात् किमपि, प्राप्तव्यं नावशिष्यते । इत्यात्मैश्वर्यसंपन्नो निःस्पृहो जायते मुनिः ॥ ४ ॥
જ્ઞાનસાર, નિઃસ્પૃહા, છો ?. પિતાના સ્વભાવ ( આત્મસ્વરૂપ) ને પ્રાપ્ત કરવા ઉપરાંત કઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની બાકી રહેતી નથી, એટલા માટે પોતાની આત્મલક્ષ્મીથી યુક્ત થયેલો મુનિ તૃષ્ણા રહીત થાય છે. (એટલે કે આત્મલાભ થયા પછી આશા નકામી છે) ૪.
તૃષ્ણાનું અમરપણું –
यौवनं जरया ग्रस्तं, शरीरं व्याधिपीडितम् । मृत्युराकाङ्क्षति प्राणांस्तृष्णका निरूपद्रवा ॥ ५॥
શ્રાદ્ધપ્રતિમવૃત્તિ, g૦ ૭૧. (રે. ગ્રા.)