________________
( ૨૯૮ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
બળ્યા કરે છે. સંતેષરૂપી પાણી વગર, એ બળતરાને શાંત કરવાનું શક્ય નથી. ૧૩. तृष्णाऽन्धा नैव पश्यन्ति, हितं वा यदि वाहितम् । संतोषांजनमासाद्य, पश्यन्ति सुधियो जनाः ।। १४ ॥
તસ્વામૃત, છો૨૪૨. તૃષ્ણાથી આંધળા થયેલા માણસો પોતાના ભલા કે બુરાને જોઈ શકતા નથી. એટલા માટે બુદ્ધિશાળી માણસો સંતોષરૂપી અંજનને આંજીને (પિતાનું ભલું બુરું) જુએ છે. ૧૪.
तृष्णाऽनलप्रदीप्तानां, सुसौख्यं नु कुतो नृणाम् । दुःखमेव सदा तेषां, ये रता धनसंचये ॥ १५ ॥
तत्वामृत, श्लो० २४३.
તૃષ્ણારૂપી અગ્નિથી બળતા એવા માણસોને સાચું સુખ ક્યાંથી મળે ? કારણકે જે લેકે ધનને ભેગું કરવામાં જ મગ્ન થયેલા હોય છે તેમને હમેશાં દુઃખ જ મળે છે. ૧૫.