________________
( ૩૧૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
મને મહાવીર પ્રભુ પ્રત્યે પક્ષપાત નથી અને ન તે કપિલ ઉપર દ્વેષ પણ છે. પણ જેનું યુક્તિવાળું વચન હોય તેને જ સ્વીકાર કર જોઈએ. ૮. સમતાને ઉપયોગ समत्वमवलम्ब्याथ, ध्यानं योगी समाश्रयेत् । विना समत्वमारब्धे, ध्याने स्वात्मा विडम्यते ॥९॥
ચોગરામ, ૫૦ પ્ર૦, મો. ૨૨. યેગીએ સમભાવનું અવલંબન કરીને, ધ્યાનને આશ્રય કરવો-ધ્યાન ધરવું. કારણ કે, સમતા વગર ધ્યાનનો આરંભ કરવામાં આવે તે (સમતા વગર ધ્યાનમાં પ્રવેશ ન થઈ શકવાથી) પિતાનો આત્મા વિડંબના પામે છે–દુઃખી થાય છે. ૯. न साम्येन विना ध्यानं, न ध्यानेन विना च तत् । निष्कम्मं जायते तस्माद् द्वयमन्योन्यकारणम् ॥ १०॥
યોગરાજ, ૨૦ બ૦, . ૧૨૪. સમભાવ વગર ધ્યાન હેતું નથી, અને ધ્યાન વિનાને સમભાવ સ્થિર થતો નથી. તેથી તે બન્ને પરસ્પર હેતરૂપ છે. (એટલે કે ધ્યાનથી સમભાવ આવે છે અને સમભાવથી ધાનની પ્રાપ્તિ થાય છે.) ૧૦. સમતાને ઉપાય
भावनामिरविश्रान्तमिति भावितमानसः । निर्ममः सर्वमावेषु, समत्वमवलम्बते ॥ ११ ॥
યોગરાજ, ૨૦ ૦, ર૦ ૨૨૦,