________________
( ૩૨૧ )
रे रे चित्त कथं भ्रातः प्रधावसि पिशाचवत् । अभिनं पश्य चात्मानं, रागत्यागात्सुखी भव ॥ १८ ॥
प्रबंधचिंतामणि, पृ० १३८, श्लो० २.
સમતા.
હૈ ભાઈ મન ! તું પિશાચની માફ્ક શા માટે ભટકયા કરે છે. આત્માને અભિન્ન જો અને રાગના ત્યાગ કરી સુખો થા. ૧૮.
न स्नानैर्माघमासस्य, न गयापिण्डपातनैः ।
न तीर्थभ्रमणैः शुद्धिर्नीरागस्य गृहेऽपि या ॥ १९ ॥ દિનવનવેટિન ( ફ્રેમચંદ્ન ).
ઘેર રહ્યા છતાં પણ રાગ રહિત પુરૂષને જે શુદ્ધિ થાય છે, તે શુદ્ધિ, માઘ માસનું સ્નાન કરવાથી, ગયામાં પિંડ મૂકવાથી એટલે કે ગયામાં શ્રાદ્ધ કરવાથી, તેમ જ તીર્થોમાં ભ્રમણ કરવાથી પણ થતી નથી. ૧૯.