________________
છે
સવિતા (૪૩)
સમતાની વિશેષતા –
वेदा यज्ञाश्च शास्त्राणि, तपस्तीर्थानि संयमः। समतायास्तुलां नैव, यान्ति सर्वेऽपि मेलिताः ॥१॥
विवेकविलास, उल्लास ११, श्लो० ७२. વેદ, યજ્ઞ, શાસ્ત્ર, તપસ્યા, સંયમ: આ બધાયને એકઠાં કરવામાં આવે તો પણ તે સમતાની તુલના કરી શકે નહિં. (મતલબ કે આ બધાય કરતાં સમતા ચઢી જાય. ) ૧.
जानन्ति कामानिखिलाः ससंज्ञा अर्थ नराः केऽपि च केऽपि धर्मम् । जैनं च केचिद् गुरुदेवशुद्ध, केचित् शिवं केऽपि च केऽपि साम्यम् ॥ २॥
| મધ્યમવરદુમ, ગોત્ર ૨૧. સર્વ સંજ્ઞાવાળા પ્રાણીઓ “કામ” ને જાણે છે, તેમાંથી કેટલાક અર્થ( ધન પ્રાણી)ને જાણે છે અને તેમાં પણ કેટલાક જ ધર્મને જાણે છે. તેમાંથી કેટલાક જ જૈન ધર્મને જાણે છે, અને તેમાંથી બહુ થોડા શુદ્ધ દેવગુરયુક્ત જેન ધર્મને જાણે છે. તેમાં પણ બહુ થોડા પ્રાણી મોક્ષને ઓળખે છે. અને તેથી પણ બહુ થોડા પ્રાણીઓ સમતાને ઓળખે છે. ૨.