________________
તૃષ્ણા.
( ૨૧ )
ચાવન વયને વૃદ્ધાવસ્થાએ રૂંધ્યું છે, શરીર વ્યાધિથી પીડા પામે છે, અને મૃત્યુ પ્રાણાને ઇચ્છે છે (આ બધા વચ્ચે) એક તૃષ્ણા જ માત્ર ઉપદ્રવ રહિત-જેવી હતી તેવીને તેવી જ છે. ૫.
यौवनं जरया ग्रस्त-मारोग्यं व्याधिभिर्हतम् । जीवितं मृत्युरभ्येति, तृष्णैका निरुपद्रवा ॥६॥
યુવાવસ્થા વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત છે એટલે કે યુવાવસ્થાને નાશ કરનાર વૃદ્ધાવસ્થા છે, નીરાગીપણુ વ્યાધિથી હણાય છે, મૃત્યુ જીવિત પ્રત્યે આવે છે એટલે મૃત્યુ જીવિતને નાશ કરે છે. માત્ર એક તૃષ્ણાજ ઉપદ્રવ રહિત છે અર્થાત્ તૃષ્ણાને નાશ કરનાર કાઇ પણ નથી. ૬.
गतं तत् तारुण्यं तरुणीहृदयानन्दजनकं, विशीर्णा दन्तालिर्निजगतिरहो ! यष्टिशरणा । जडीभूता दृष्टिः श्रवणरहितं श्रोत्रयुगलं,
मनो मे निर्लज्जं तदपि विषयेभ्यः स्पृहयति ॥ ७ ॥
સ્ત્રીએના હૃદયને આનંદ આપનારૂં મારૂં તે ચાવન જતુ રહ્યું છે, મારા દાંતની શ્રેણિ પડી ગઈ છે, અહા ! મારી ગતિ પણ યષ્ટિનુ શરણ કરે છે-ચાલતાં હાથમાં લાકડી રાખવી પડે છે, મારી દૃષ્ટિ જડ–અંધ જેવી થઇ છે, તથા એ કાનવડે કાંઇ સંભળાતુ નથી. તે પણ મારૂ નિર્લજ્જ મન તેા વિષયેની જ સ્પૃહા કરે છે.
૭.
वलिभिर्मुखमाक्रान्तं, पलितैरङ्कितं शिरः । गात्राणि शिथिलायन्ते, तृष्णैका तरुणायते ॥ ८ ॥ વૈચરાતા ( મતૃહરિ ), જો૦ ૮.