________________
( ૨૫૮) સુભાષિત-પદ્ય-રત્નાકર.
પ્રાણ ત્યાગ થાય તે સારું છે. પરંતુ માનની હાનિ થાય તે સારું નથી. કેમકે મૃત્યુથી તે એક ક્ષણ વાર જ દુઃખ થાય છે, પરંતુ માનને ભંગ થવાથી તે દિવસે દિવસે એટલે હમેશાં જીંદગી સુધી દુઃખ થાય છે. ૩૫. अरण्यं सारङ्गैर्गिरिकुहरगर्भाश्च हरिभि
दिशो दिङ्मातङ्गैः सलिलमुषितं पङ्कजवनैः । प्रियाचक्षुर्मध्य-स्तन-बदनसौन्दर्यविजितैः,, सतां माने म्लाने मरणमथवा दूरगमनम् ॥३६॥
| વિવિધાવ્ય, ૦ ૨ ૭. પ્રિયાના ચક્ષુની સુંદરતાથી જીતાયેલા હરણે અરણ્યમાં નિવાસ કરે છે, પ્રિયાના મધ્ય-ઉદરવડે જીતાયેલા સિંહે પર્વતની ગુફાના મધ્યભાગમાં રહે છે, પ્રિયાના સ્તનવડે જીતાયેલા દિશાના હાથીઓ દિશાઓના અંતે રહે છે, અને પ્રિયાના મુખની સુંદરતાથી જીતાયેલા કમળના વને પાણીમાં વસે છે. તે જ પ્રમાણે પુરૂષોના માનની હાનિ થાય ત્યારે તેમનું મરણ અથવા દૂર દેશમાં ગમન એ જ શ્રેયસ્કર છે. ૩૬. માનની ભાવના – ज्वलितं न हिरण्यरेतसं, चयमास्कन्दति भस्मनां जनः । अभिभूतिभयादसूनतः, सुखमुज्झन्ति न धाम मानिनः ॥३७॥
' રિતાની, સજ્જ ૨, ઋો. ૨૦. પરાભવના–બળવાના ભયને લીધે સળગતા અગ્નિમાં કઈ માણસ પગ મૂકતા નથી, પણ રાખના ઢગલામાં સુખેથી પગ મૂકે છે, તે જ પ્રમાણે માનવંત પુરૂષો પરાભવના ભયને લીધે પોતાના પ્રાણને સુખે ત્યાગ કરે છે, પણ પોતાના તેજનો ત્યાગ કરતા નથી. ૩૭.