________________
માન.
( ૨૫૭ )
[ શસ્ત—માન ]
નોટઃ—જ્યાં જ્યાં માનને એક આદેય ગુણ તરીકે વર્ણવીને એને પ્રશસ્ત બતાવવામાં આવેલ છે ત્યાં માનના અ અભિમાન, અહંકાર કે એવા ન કરતાં એના અર્થ સાભિમાન કે સાત્વિકવૃત્તિ એવા કઇંક કરવા જોઈએ. માનની મહત્તાઃ—
तावदाश्रीयते लक्ष्म्या, तावदस्य स्थिरं यशः । पुरुषस्तावदेवासौ, यावन्मानान हीयते ॥ ३३ ॥ રિાતાનુંનીય, સર્વો, જો ૬૨.
O
જ્યાં સુધી પુરૂષ માનથી ભ્રષ્ટ થતા નથી, ત્યાં સુધી લક્ષ્મી તેના આશ્રય કરે છે, ત્યાં સુધી તેનેા યશ સ્થિર રહે છે, અને ત્યાં સુધી જ તે પુરૂષરૂપે છે. ૩૩.
अधमा धनमिच्छन्ति, धनं मानं च मध्यमाः ।
उत्तमा मानमिच्छन्ति, मानो हि महतां धनम् ॥ ३४ ॥ વૃદ્ધાળનીતિ, ૧૦૮, ો . ૉ.
અધમ મનુષ્ય એકલા ધનને જ ઈચ્છે છે, મધ્યમ જના ધન અને માન બન્નેને ઇચ્છે છે, પણ ઉત્તમ પુરૂષા તા માત્ર એક્લા માનને જ ઇચ્છે છે. કેમકે માન જ મહાપુરૂષાનુ ધન છે. ૩૪. માનભંગ કરતાં મૃત્યુ ઉત્તમઃ-
वरं प्राणपरित्यागो न मानपरिखण्डनम् ।
मृत्योश्च क्षणिकं दुःखं, मानभङ्गाद् दिने दिने ॥ ३५ ॥ શાળાચનીતિ, ૪૦૬, જો ૨૬.