________________
( ૨૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર
स्पृहावन्तो विलोक्यन्ते, लघवस्तृणतूलवत् । महाश्चर्य तथाप्येते, मजंति भववारिधौ ॥८॥
__ ज्ञानसार, निःस्पृहाष्टक, श्लो० ५. આશાવાળા માણસો ઘાસનાં જેવા કે રૂના જેવા હલકા (કઈ પણ જાતની મહત્તા વગરના) દેખાય છે. અને આમ છતાંય તેઓ સંસારરૂપી સમુદ્રમાં ડુબી જાય છે તે ખરેખર, આશ્ચર્યની વાત છે. ૮.
आशायाः ये दासास्ते दासाः सर्वलोकस्य । आशा दासी येषां तेषां दासायते लोकः ॥९॥
જે માણસ આશાના ગુલામ છે તે સમગ્ર દુનીયાના ગુલામ છે અને જે લોકોએ આશાને પોતાની દાસી બનાવી છે તે લેકોને માટે આખી દુનીયા સેવક સમાન છે. ૯.
आशा हि लोकान् बध्नाति, कर्मणा बहुचिंतया । आयुःक्षयं न जानासि, तसाजागृत जागृत ॥१०॥
યોગવાસિષ્ઠ, મુમુક્ષુ બ૦, ૦ ૨૧. ખરેખર આશા માણસોને, બહુ ચિંતા કરવાના કારણે, કર્મથી બાંધે છે. (અને બીજી તરફ) આયુષ્યનો ક્ષય થતા જાય છે તેની તને ખબર નથી. એટલા માટે છે કે, જાગો જાગે! ૧૦. वित्ताशया खनति भूमितलं सतृष्णो
धातून गिरेर्धमति धावति भूमिपाग्रे ।