________________
(૨૮૨)
સુભાષિત-પ-રત્નાકર.
સાચો લેભી કેણ
दातारं कृपणं मन्ये, मृत्वाऽप्यर्थ न मुञ्चति । अदाता हि धनत्यागी, धनं हित्वा हि गच्छति ॥२९॥
હું દાતાર પુરૂષને જ કૃપણ માનું છું. કેમકે તે મરે તે પણ ધનને મૂકતો નથી, અર્થાત્ પરભવમાં પણ પુણ્યના પ્રભાવથી ધનને સાથે જં લઈ જાય છે, અને અદાતાર પુરૂષ ધનને ત્યાગ કરે છે, કેમકે તે ધનને ત્યાગ કરીને પરલોકમાં ખાલી હાથે જ જાય છે. ૨૯.
લભ કયાં કરે –
सुखाय धत्से यदि लोभमात्मनो
ज्ञानादिरत्नत्रितये विधेहि तत् । दुःखाय चेदत्र परत्र वा कृतिन् , परिग्रहे तदहिरांतरेऽपि च ॥ ३० ॥
अध्यात्मकल्पद्रुम, अ० ७, श्लो० १२. હે પંડિત ! જે તું તારા પિતાના સુખ માટે લાભ રાખતો હેય તે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્ન મેળવવા માટે લેભ રાખ, અને જે આભવ અને પરભવમાં દુ:ખ મેળવવા માટે લેભ રાખતું હોય તે અંદરના અને બહારના પરિગ્રહ માટે લેભ રાખ. ૩૦.