________________
vvvvvvy
લોભ.
(૨૮૧) मातरं पितरं पुत्रं, भ्रातरं वा सुहृत्तमम् । लोभाविष्टो नरो हन्ति, स्वामिनं वा सहोदरम् ॥२६॥
લોભથી વ્યાકુળ થયેલો પુરૂષ માતાને, પિતાને, પુત્રને, બંધુને, ઉત્તમ મિત્રને, સ્વામીને અને સહાદર ભાઈને પણ હણે છે. ૨૬.
आत्मानं धर्मकृत्यं च, पुत्रदारांश्च पीडयन् । लोभाढ्यः पितरौ भ्रातृन् , स कृपण इति स्मृतः ॥२७॥
લોભી મનુષ્ય પોતાના આત્માને, ધર્મકૃત્યને, પુત્રને, સ્ત્રીને, માતાપિતાને અને ભાઈઓને પીડા કરે છે તેથી તે કૃપણ કહેવાય છે. ૨૭. जीवानिहति विविधं वितथं ब्रवीति,
स्तेयं तनोति भजते वनितां परस्य । गृह्णाति दुःखजननं धनमुग्रदोषं, लोभग्रहस्य वशवर्तितया मनुष्यः ॥ २८ ॥
ગુમાવતરત્નસંતો, ૭. ભરૂપી ગ્રહને આધીન થવાના કારણે માણસ જીવોને સંહાર કરે છે, અનેક પ્રકારનાં અસત્ય બોલે છે, ચોરી કરે છે, પારકાની સ્ત્રીઓની સેવા કરે છે અને દુઃખને ઉત્પન્ન કરનાર એવા અત્યંત દોષવાળા ધનને પણ ગ્રહણ કરે છે. (મતલબ કે લોભી માણસ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચે પાપને આદરે છે.) ૨૮.