________________
(૨૬૮)
સુભાષિત-પ-રત્નાકર.
વાળા એવો માયારૂપી અગ્નિ પણ ઘણે ભાગે માણસના સત્યને બાળીને રાખ કરી નાખે છે. ૧૧. કપટીનું લક્ષણ
मुखं पबदलाकारं, वाचश्चन्द्रनशीतलाः। हृदयं कर्तरीभूतमेतद्भूर्तस्य लक्षणम् ॥ १२ ॥
प्रबन्धचिंतामणि, पृ० १५३, श्लो० १. ધૂર્તનું એ લક્ષણ છે કે એનું મોટું કમળના પત્ર જેવું સુન્દર, વાણુ ચદનના જેવી શીતળ હોય છે પણ હૃદય કાત
ના જેવું ફૂર હોય. ૧૨. કપટી અને મચ્છર – प्राक् पादयोः पतति खादति पृष्ठमांसं,
कर्णे कलं किमपि रौति शनैर्विचित्रम् । छिद्रं निरुप्य सहसा प्रविशत्यशंकः, सर्व खलस्य चरितं मशकः करोति ॥ १३ ॥
हितोपदेश.
મચ્છરની માફક જ લુચ્ચો માણસ પણ–પહેલાં પગમાં પડે છે અને પછી પીઠનું માંસ ખાય છે (પિતાની પછવાડે નિંદા કરે છે), કાનમાં ધીમે ધીમે કંઈક વિચિત્ર પ્રકારને મિઠા અવાજ કરે છે અને જે અવસર મળે કે તરતજ કઈપણ પ્રકારની શંકા રાખ્યા વગર પેસી જાય છે. ૧૩.