________________
vvvvvvvvvvvv
//vv/www/ •ny vv
* * *
//vvvvvvvv
લેભ.
( ર૭૫ ). प्राप्योपशान्तमोहत्वं, क्रोधादिविजये सति । लोभांशमात्रदोषेण, पतन्ति यतयोऽपि हि ॥ १० ॥
વારાણ, પ્ર૪, ૦ ૨૨ ટકા, સો. ૭. ઉપશાંત મેહ નામના અગ્યારમા ગુણ સ્થાનકને પામીને ત્યાં ક્રોધાદિકને ( ક્રોધ, માન, માયાને) વિજય (ઉપશમ) કર્યા પછી તથા લોભના પણ કેટલાક અંશે ઉપશમાવ્યા પછી પણ, માત્ર લોભના અમુક અંશના દોષવડે, મુનિએ પણ નીચે પડે છે. (પડતા પડતા છેક મિથ્યાત્વ ગુણસ્થાને આવી જાય છે.) ૧૦. नानाकर्मविपाकपाकवसतां हा नारकाणां भवे, मानाऽमानविचारमुक्तमनसां कामं तिरश्वां पुनः । मानां शुभधर्मकर्मधरतां देवार्चनं कुर्वतां, लेखानां खलु दुर्जयो हि सततं लोभो जगद्व्यापकः ॥११॥
हिंगुलप्रकरण, लोभप्रक्रम, श्लो० ५. હા! નાના પ્રકારના કર્મોના વિપાકરૂપી પાકમાં વસતા એવા નારકીઓના ભવમાં, તથા માન અને અમાનના વિચારથી રહિત છે મન જેમના એવા તિર્યંચોના ભવમાં, તથા શુભ ધર્મ કાર્યોને ધારણ કરતા એવા મનુષ્યના ભવમાં અને દેવપૂજા કરતા એવા દેવોના ભવમાં પણ, જગતને વ્યાપી રહેલો એ લાભ ખરેખર, હમેશાં દુઃખે કરીને છતાય તેવે છે. ૧૧. ૨ રણ શબ્દને અર્થ દેવના થાય છે.