________________
મદ.
( ૧૪૧ ) જેમ વંધ્યા સ્ત્રીને સંતતિ હોતી નથી, કૃપણને યશ હોતો નથી અને બીકણને જીત મળતી નથી, તેમ મદિરાપાન કરનાર માણસને ઉત્તમ ગતિ મળી શકતી નથી. ૨૫.
सुरां पीत्वा तु यो मर्त्यः, कदाचिदुपसर्पति । अपराधं चतुर्विंशं, कल्पयामि वसुंधरे ! ॥ २६ ॥
वराह पु० अ० ११७ श्लोक २७ ( ભગવાન વરાહ કહે છે કે )- હે પૃથ્વી ! જે કોઈ પણ મનુષ્ય કદાચિત્ મદિરાનું પાન કરીને મારી પાસે આવે છે તો હું તેના (દારૂ પીવાના એક અપરાધને) ચાવીશ અપરાધ માનું છું. ૨૬.
एकतश्चतुरो वेदान् , ब्रह्मचर्यमर्थकतः । एकतः सर्वपापानि, मद्यमांसं तथैकतः ॥ २७ ॥
ૐન્દ્રપુરાન, ૨, ૪૨, છોક, દર એક તરફ ચારે વેદો અને એક તરફ એક બ્રાચર્ય. (તેમાં બ્રહાચર્ય વધી જાય છે. તે જ રીતે એક તરફ સર્વ પાપ અને એક તરફ મદ્ય અને માંસ (તેમાં મદ્યમાંસનું પાપ વધી જાય છે. ) ૨૭. દારૂ નહિ પીવાનું કારણ भवति जन्तुगणो मदिरारसे, तनुतनुर्विविधो रसकायिकः । पिबति तं मदिरारसलालसः, श्रयति दुःखममुत्र ततो जनः॥२८॥
सुभापितरत्नसंदोह श्लो० ५०७