________________
( ૨૪ર )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
સર્વ પ્રાણીઓ ઉપર દ્વેષ રહિત, મિત્રાઈવાળે, કરૂણાવાળો, મમતા રહિત, અહંકાર રહિત અને સુખ દુઃખમાં સમભાવવાળો જે પુરુષ હોય તે ક્ષમાવાન કહેવાય છે. ૬. ક્ષમાવાન સાચો ધમીં
धर्मस्य दया मूलं. न चाक्षमावान् दयां समाधत्ते । तस्माद्यः शान्तिपरः, स साधयत्युत्तमं धर्मम् ॥ ७॥
प्रशमरति, श्लो० १६८. ધર્મનું મૂલ-કારણ દયા જ છે, અને ક્ષમા રહિત મનુષ્ય દયા કરી શકતા નથી. તેથી જે ક્ષમાવાળો હોય તે જ ઉત્તમ ધર્મને સાધી શકે છે. ૭. ક્ષમાવાન સાથેનું વર્તન
कुर्यान्न कर्कशं कर्म, क्षमाशालिनि सज्जने । प्रादुर्भवति सप्ताचिर्मथिताचन्दनादपि ॥ ८ ॥
विवेकविलास, अष्टमोल्लास, श्लो० ३९६. ક્ષમાવાન એવા સજ્જન પુરુષ તરફ (કઈ દિવસ) કઠોર વર્તાવ નહીં કરો, કારણકે (ઠંડુ એવું) ચંદન પણ જે ઘસવામાં આવે તો એમાંથી આગ પ્રગટે છે. ૮. ક્ષમાવાનની ઉદાર ભાવનો – ददतु ददतु गालीलिमन्तो भवन्तो
वयमपि तदभावाद्गालिदानेऽसमर्थाः ।