________________
(૨૪૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
अहंकारो हि लोकानां, नाशाय न तु बुद्धये । यथा विनाशकाले स्यात्, प्रदीपस्य शिखोज्ज्वला ॥१०॥
તત્વમૃત, ગો. ર૧૮. જેવી રીતે દીવાની જ્યોત નાશ થવાના વખતે વધુ તેજદાર થાય છે તે જ પ્રમાણે અહંકાર પણ માણસનો નાશ કરે છે, નહિં કે વૃદ્ધિ. ૧૦. घात्रा दत्तं मानवत्यां लघुत्वं, मानोन्मत्ते रावणे दुर्मतित्वम् । दर्योत्कृष्टे कोणिके दुर्गतित्वं, दुष्टान्मानात्सद्गतिःकेन लब्धा? ॥११॥
હિંદુનરિણ, માનપ્રમ, ગોડ. માનવતીને દેવે લઘુતા આપી, તથા અહંકારથી ઉન્મત્ત થયેલા રાવણને દુર્મતિપણું આપ્યું, કોણીકરાજાને દુર્ગતિપણું આપ્યું. એવી રીતે દુખ એવા માનથી કોણે સુગતિ મેળવી છે ? ૧૧. नीति निरस्यति विनीतमपाकरोति,
कीर्ति शशांकधवलां मलिनीकरोति । मान्यान् न मानयति मानवशेन हीनः, प्राणीति मानपहंति महानुभावः ॥१२॥
સુમાષિત રત્નસંતો, મો. ક. અભિમાનના કારણે હલકો થયેલો પ્રાણી નીતિનો નાશ કરે છે; વિનયને વેગળો કરે છે; ચંદ્રના જેવી ઉજ્વળ કીર્તિને કલંકિત કરે છે; અને માન આપવા લાયક માણસોને માન