________________
( ર૫૦)
સુભાષિત-પ-રત્નાકર.
ધન, કુટુંબી જન અને યુવાવસ્થાને તું ગર્વ ન કર. કેમકે એક ક્ષણ વારમાં કાળ સર્વને હરણ કરે છે. માટે જીવ! આ સર્વ માયામયને છેડીને તથા બ્રહ્મનું તત્વ જાણીને તું શીધ્રપણે મેક્ષમાં પ્રવેશ કર ! ૧૫. માનથી નુકસાન અને ત્યાગ – यस्मादाविर्भवति विततिर्दुस्तरापनदीनां,
यस्मिन् शिष्टाभिरुचितगुणग्रामनामापि नास्ति । यश्च व्याप्तं वहति वधधीधूम्यया क्रोधदावं, तं मानादि परिहर दुरारोहमौचित्यवृत्तेः ॥१६॥
સિંદૂર, ઋો. ૪૨. જે માનરૂપ પર્વતમાંથી ન ઓળંગી શકાય એવી આપત્તિરૂપી નદીના સમૂડ પ્રગટ થાય છે, જેમાં ઉત્તમ પુરૂષોને પ્રિય એવા ગુણરૂપી ગામનું નામ પણ નથી, વળી જે હિંસાબુદ્ધિરૂપી ધુમાડાવડે વ્યાસ એવા ક્રોધરૂપી દાવાનળને ધારણ કરે છે, તથા જેના પર ચડવું અતિ કઠણ છે, તે માનરૂપી પર્વતને, ઉચિત આચરણ કરવાથી, તજી દે. ૧૬. स्तब्धो विनाशमुपयाति नतोऽति वृद्धि,
મત્ય નીતરતો થયો વા गर्वस्य दोषमिति चेतसि संनिधाय, नाहंकरोति गुणदोषविचारदक्षः ॥ १७ ॥
કુમાષિત રત્નસંતોદ, ગો૧. નદીને કિનારા ઉપર સીધું ઉભું રહેલું ઝાડ નાશ પામે