________________
(૨૬)
સુભાષિત-પદ્ય-રનાકર. यो मित्रं मधुनो विकारकरणे संत्राससंपादने, सर्पस्य प्रतिबिम्बमङ्गदहने सप्तार्चिपः सोदरः। चैतन्यस्य निषूदने विषतरोः सब्रह्मचारी चिरं, स क्रोधः कुशलाभिलाषकुशलैः प्रोन्मूलमुन्मूल्यताम् ॥१९॥
સિંદુરવાર, ઋો. ૪. જે ક્રોધ મનને વિકાર કરવામાં મદિરાના મિત્ર સમાન છે, જે ત્રાસ પમાડવામાં સપના પ્રતિબિંબ સમાન છે, જે અંગને બાળવામાં અગ્નિના ભાઈ સમાન છે, તથા જે ચેતન્યને નાશ કરવામાં વિષવૃક્ષનો ગુરૂભાઈ (સદશ) છે, તે ક્રોધને કલ્યાણને ઈચ્છવામાં કુશળ પુરૂષોએ ચિરકાળ સુધી જડમૂળથી ઉખેડી નાંખ ગ્ય છે. ૧૯. कोपेन यः परमभीप्सति हन्तुमज्ञो,
नाशं स एव लभते शरभो ध्वनन्तम् । मेघ लिलंघिषुरिवान्यजनो न किंचिच्छक्नोति कर्तुमिति कोपवता न भाव्यम् ॥२०॥
કુમારિરત્નોદ, છો. ૩૭. ગર્જના કરતા મેઘને ઓળંગી જવાની ઈચ્છા રાખતું અષ્ટાપદ નામનું જાનવર જેમ ( મેઘનો નાશ કરવા જતાં ) પોતે નાશ પામે છે, તેવી જ રીતે ક્રોધ કરીને જે અજ્ઞાની માણસ બીજાને હણવાની ઈચ્છા રાખે છે તે બીજાને નુકસાન ન કરતાં પોતાને જ નાશ કરે છે. આમ સમજીને માણસે કોધી ન થવું. ૨૦.