________________
રાત્રિ ભોજન.
૧૫૭ દેવોએ પ્રાત:કાળે ભોજન કર્યું છે, ઋષિઓએ મધ્યાન્હકાળે ભેજન કર્યું છે, બપોર પછી ત્રીજા પ્રહરે પિતૃઓએ ભજન કરેલું છે, અને સાંજે દૈત્ય તથા દાનાએ ભજન કર્યું છે –(અર્થાત તે કાળે જે ભજન કરે છે તે દૈત્ય-રાક્ષસ સમાન ગણાય છે.) ૬.
मृते स्वजनमात्रेऽपि, सूतकं जायते किल। अस्तङ्गन्ते दिवानाथे, भोजनं क्रियते कथम् ?
मार्क० पु० अ० २३, श्लो०, ३०
કોઈપણ સ્વજન માત્ર મરી જાય છે ત્યારે સૂતક લાગે છે, તે પછી સૂર્ય (કે જે દિવસને સ્વામી છે તે) અસ્ત પામે-મરણ પામે ત્યારે શી રીતે ભેજન કરાય ? અર્થાત ન જ કરાય (સંબંધી જનના શબને અગ્નિસંસ્કાર વિગેરે યા પહેલાં સૂતક-અસ્પૃશ્યપણું હોવાથી, ખાવા પીવા વિગેરેની કાંઈપણ ક્રિયા થઈ શકતી નથી.) ૭.
सन्ध्यायां यक्षरक्षोभिः, सदा भुक्तं कुलोद्वह!। सर्ववेलामतिक्रम्य, रात्रौ भुक्तमभोजनम् ॥८॥
यजुर्वेदआन्हिक, श्लो० १९
હે કુલેહ-રાજા! સંધ્યા કાળને વિષે યક્ષ અને રાક્ષસેએ સદા ભોજન કર્યું છે. પરંતુ સર્વ વેળાને ઓળંગીને રાત્રિએ જે ભેજન કરવું તે તે અભેજન જ છે. ૮.